નવી દિલ્હી તા.23 : ભારતમાં હળવા લોકડાઉન વચ્ચે કોરોનાની રફતાર વધવા લાગી હોય તેમ એક દિવસનાં કેસોની સંખ્યા સર્વોચ્ચ સ્તરે પહોંચવા લાગી છે.છેલ્લા ચોવીસ કલાકમાં 6570 કેસો નોંધાયા હતા તે અત્યાર સુધીનાં સૌથી વધુ છે.બીજી તરફ ભારતમાં કોરોનાના કુલ કેસમાંથી 80 ટકા માત્ર પાંચ રાજયોમાંથી જ નોંધાયા હોવાનું બહાર આવ્યુ છે.
ભારતમાં કોરોના કેસની કુલ સંખ્યા સવા લાખની નજીક છે.કુલ આંકડો 1,24,794 થયો હતો. ચોવીસ કલાકનો મૃત્યુઆંક 142 વધીને કુલ 3726 થયો છે.એકટીવ કેસોની સંખ્યા 69233 છે.જયારે અત્યાર સુધીમાં 51824 લોકો સાજા થતા ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે.દેશમાં કોરોના સંક્રમણ નવા કેસોની સંખ્યા ઘટવાને બદલે વધી રહી છે.છતાં કેન્દ્ર સરકારનાં આરોગ્ય વિભાગે એવો દાવો કર્યો છે કે લોકડાઉનને કારણે ચેપ ફેલાતો ઘણા અંશે રોકી શકાયો છે.80 ટકા કેસ માત્ર પાંચ રાજયોમાંથી આવી રહ્યા છે અને આ રાજયોમાંથી કોરોનાનો ખાત્મો કરવાનો કેન્દ્ર સરકારનો ટારગેટ છે.
આરોગ્ય મંત્રાલયનાં અધિકારીઓએ વિવિધ રીસર્ચોને ટાંકીને એમ કહ્યું છે કે સમયસર લોકડાઉન લાગુ ન કરાયુ હોત તો કોરોના કેસની સંખ્યા 14 થી 29 લાખ હોત અને મૃત્યુઆંક 67000 થી 78000 સુધી પહોંચી શકત.ડો.વી.કે.પોલે એવો દાવો કર્યો હતો કે 4 એપ્રિલથી સંખ્યામાં કાપ આવ્યો છે.લોકડાઉનને કારણે નવા કેસોની સંખ્યા પર કાબુ મુકી શકાયો છે અને કોરોનાને અમુક ક્ષેત્રો પુરતો જ કેદ કરી શકાયો છે.80 ટકા કેસ તથા મોત મહારાષ્ટ્ર,ગુજરાત,મધ્યપ્રદેશ,પશ્ચિમ બંગાળ તથા દિલ્હીમાં નોંધાયા છે.તેઓએ દાવો કર્યો છે કે લોકડાઉનને કારણે જ કોરોનાને બેકાબુ થતા રોકી શકાયો છે.1.2 લાખથી 2.1 લાખ માનવ જીંદગી બચાવી લેવાઈ છે.કુલ કેસ પણ 36 થી 70 લાખ થઈ શકે તેમ હતા.અલગ અલગ સર્વે-રીસર્ચમાં કેસ અને મોતના અંદાજો જુદા જુદા છે.કોરોનાના મૃત્યુ દરમાં પણ ઘટાડો હોવાનો દાવો કરતાં તેઓએ કહ્યું કે 19મીએ મૃત્યુદર 3.13 ટકાથી ઘટીને 3.12 ટકા થઈ ગયો છે.ભારતના મહારાષ્ટ્ર, દિલ્હી જેવા રાજયોમાં પણ નવા કોરોના કેસનો રેકોર્ડ થયો છે.મહારાષ્ટ્રમાં કોરોના વિસ્ફોટ થયો હોય તેમ ચોવીસ કલાકમાં 2940 નવા કેસ તથા 63 મોત નોંધાયા હતા.દિલ્હીમાં 600 થી વધુ કેસ નોંધાયા હતા અને તેને પગલે એક ઝાટકે નવા 17 ક્ધટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા હતા.તામીલનાડુમાં 786 કેસ નોંધાયા હતા અને કુલ સંખ્યા 15000 ની નજીક પહોંચી હતી.
ભારતમાં કોરોના મહામારી વિદ્ધ લોકડાઉનની નીતિ કોરોના સંક્રમણના વધુ પડતા ફેલાવાને રોકવામાં સફળ રહી છે,પરંતુ વિતેલા અઠવાડિયામાં વધેલા કેસોએ દેશની ચિંતામાં વધારો કર્યેા છે.દેશના ત્રીજા ભાગના કેસો વિતેલા સાત દિવસમાં સામે આવ્યા છે. લોકડાઉન.૪માં આપવામાં આવેલી રાહત અને છૂટછાટથી વધેલા કેસો હવે નવા પડકારપે સામે આવી રહ્યા છે.વિતેલા અઠવાડિયાથી સરેરાંશ ચારથી પાંચ હજાર કેસો વધી રહ્યા છે.જેમાં મહારાષ્ટ્ર્ર, ગુજરાત, તમિલનાડૂ, દિલ્હી અને મધ્ય પ્રદેશમાં કોરોના સંક્રમણના કેસો ઝડપથી અને ચિંતાજનક રીતે વધી રહ્યા છે.શઆતની સ્થિતિની વાત કરીએ તો તબલીગી જમાતીઓથી સંક્રમણનો પહેલો કેસ ૧૭ માર્ચે સામે આવ્યો હતો, જે ૧૯ એપ્રિલ આવતા ૨૩ રાયોમાં ફેલાઇ ગયુ હતું. ૧૯ એપ્રિલના હિસાબથી ભારતભરના કુલ કેસોમાંથી ૩૦ ટકા કેસો તબલીગી જમાતીઓ સાથે સંકળાયેલા હતા અને વર્તમાન સમયમાં વતન પરત ફરેલા પ્રવાસી મજૂરૌમાંથી આશરે ચાર હજાર મજૂરો કોરોનાથી પીડિત મળી આવ્યા છે.જેમાંથી યૂપીમાં ૧૨૩૦ અને બિહારમાં ૭૮૮ કેસ છે,યૂપી અને બિહારથી આશરે ૧૩ લાખ પ્રવાસી મજૂરો રાયમાં પરત ફર્યા છે.
દેશવ્યાપી નવા કેસોનું પ્રમાણ જોઇએ તો ૧૬મેના રોજ ૩૯૭૦ નવા કેસ સામે આવ્યા, જે પછી ૧૭મેના રોજ ૪૯૮૭, ૧૮મેના રોજ ૫૨૪૨ નવા કેસ, ૧૯મેના રોજ ૪૮૬૦ નવા કેસ, ૨૦મેના રોજ ૫૭૨૯, ૨૧મેના રોજ ૫૬૦૯ નવા કેસ અને ૨૨મેના રોજ ૬૦૮૮ નવા કેસ સામે આવ્યા હતા,રાયસ્તરે વિતેલા અઠવાડિયામાં નવા કેસોના આંકડા પર નજર નાંખીએ તો મહારાષ્ટ્ર્રમાં ૧૨૫૪૨ નવા કેસ સામે આવ્યા.૧૬મેએ રાયમાં કુલ ૨૯૧૦૦ કેસ હતા જે ૨૨મેના રોજ વધીને ૪૧હજારને પાર પહોંચી ગયા. ગુજરાતમાં વિતેલા સાત દિવસમાં ૨૯૭૪ નવા કેસ સામે આવ્યા, ૧૬મેના રોજ ગુજરાતના કુલ કેસ ૯૯૩૧ હતા જે ૨૨મે સુધી વધીને ૧૨ને પાર પહોંચી ગયા હતા. તમિલનાડૂમાં ૧૬મેના રોજ કુલ કેસનો આંકડો ૧૦,૧૦૮ હતો જે ૨૨મેએ વધીને ૧૩૯૬૭ છે. દિલ્હીમાં ૧૬મેએ ૮૮૯૫ કેસ હતા અને ૨૨મેના રોજ કેસ વધીને ૧૧૬૫૯ પહોંચી ગયા.
ભારતમાં આ જ ઝડપે કેસ વધશે તો પાંચ દી’માં ફ્રાંસ પણ પાછળ રહી જશે!
ભારતમાં લોકડાઉન ( ૪.૦)નો ચોથો તબક્કો ચાલી રહ્યો છે.જેમાં બસથી લઈને ટ્રેન સેવા શ કરી દેવામાં આવી છે.બજારો ખુલી રહ્યા છે અને જિંદગી ફરી પાટા પર ચડી રહી છે.પરંતુ કોરોના વાયરસના પ્રસરવાની ઝડપ સતત વધી રહી છે. શુક્રવારે રાત્રે ૧૧.૩૦ વાગ્યે ભારતમાં આશરે ૧.૨૫ લાખ લોકો કોવિડ-૧૯ના ઝપટમાં આવી ચુકયા છે.જેમાંથી ૬૯ હજાર જેટલા સક્રિય કેસ છે.ભારત કુલ કેસના મામલામાં દુનિયામાં ૧૧મા નંબર પર છે.એકિટવ કેસના મામલે ભારત વિશ્વમાં પાંચમાં નંબર છે,બહત્પ ઝડપથી ભારત હવે ચોથા નંબર પર પહોંચી શકે છે.છેલ્લા ૨૪ કલાકમાં ભારતમાં ૧૩૭ મોત થયા છે યારે ૬૦૦૦થી વધુ કેસ નોંધાયા છે.
ઠજ્ઞહિમજ્ઞળયયિંતિ વેબસાઇટના જણાવ્યા પ્રમાણે ભારતમાં શુક્રવારે રાત્રે ૧૧.૩૦ વાગ્યા સુધી કોવિડ-૧૯ના કુલ ૧.૨૪ લાખ થઈ ગયા છે. યારે ૩,૭૦૦થી વધારે લોકોનાં મોત થઈ ચુકયા છે.ભારતમાં ૧૮ મેથી લોકડાઉન ( ૪.૦) લાગૂ છે.આ દરમિયાન દેશમાં દરરોજ પાંચ હજારથી વધારે કેસ સામે આવી રહ્યા છે. વેબસાઇટના જણાવ્યા પ્રમાણે ભારત માટે એ રાહતના સમાચાર છે કે ૫૧ હજાર લોકોએ કોરોનાને હરાવી દીધો છે અને સારવાર બાદ હોસ્પિટલમાંથી પોતાના ઘરે પરત ફયા છે.
દુનિયામાં સક્રિય કેસની વાત કરવામાં આવે તો ભારતમાં કેસની સંખ્યા આશરે ૬૯ હજાર છે. ભારત હાલ પાંચમાં સ્થાન પર છે.ફકત અમેરિકા, રશિયા, બ્રાજિલ અને ફ્રાંસમાં જ ભારતથી વધારે સક્રિય કેસ છે. જેમાં ફ્રાંસમાં સક્રિય કેસની સંખ્યા ધીમે ધીમે ઘટી રહી છે.શુક્રવારે રાત્રે સક્રિય કેસની સંખ્યા ૮૯ હજાર ૭૫૩ હતી.જે ભારતથી ફકત ૨૦ હજાર વધારે છે. ભારતમાં જે ઝડપે કેસની સંખ્યા વધી રહી છે તેને જોતા ફકત પાંચ જ દિવસમાં ભારત ફ્રાંસથી આગળ નીકળી શકે છે. ફ્રાંસમાં બે દિવસમાં ૫૦૦ સક્રિય કેસ ઓછા થયા છે.
કોવિડ ૧૯ મામલે કુલ સક્રિય કેસ અને મોતના મામલે અમેરિકાની હાલત સૌથી ખરાબ છે. અહીં ૧૬.૨૫ લાખ લોકો કોરોનાની ઝપટમાં આવી ગયા છે. જેમાંથી ૧૧.૪૬ લાખ સક્રિય કેસ છે.અહીં આશરે ૩.૩૮ લાખ લોકો સાજા થયા છે, યારે ૯૬ હજારથી વધારે લોકોનાં મોત થઈ ચુકયા છે.
સક્રિય કેસમાં રશિયા બીજા નંબર પર અને બ્રાઝીલ ત્રીજા નંબર પર છે. યારે ફ્રાંસ ચોથા નંબર પર છે.રશિયામાં કુલ ૩.૨૬ લાખ કેસ છે,જેમાંથી ૨.૨૩ લાખ સક્રિય છે.બ્રાઝીલમાં ૩.૧૨ લાખ કેસ છે,જેમાંથી ૧.૬૬ લાખ સક્રિય કેસ છે.રશિયામાં ૩,૨૦૦ અને બ્રાઝીલમાં ૨૦ હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે.ફ્રાંસમાં કુલ ૧.૮૧ લાખ કેસ છે. જેમાંથી ૨૮ હજારથી વધારે લોકોનાં મોત થયા છે