By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ભારતમાં તૂટ્યા કોરોનાના તમામ રેકોર્ડ : 24 કલાકમાં 3.79 લાખ કેસ, 3645ના મોત
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ભારતમાં તૂટ્યા કોરોનાના તમામ રેકોર્ડ : 24 કલાકમાં 3.79 લાખ કેસ, 3645ના મોત
GeneralNational

ભારતમાં તૂટ્યા કોરોનાના તમામ રેકોર્ડ : 24 કલાકમાં 3.79 લાખ કેસ, 3645ના મોત

HM News
Last updated: 29/04/2021 8:06 AM
HM News
4 years ago
Share
SHARE

નવીદિલ્હી, તા.29 : દેશમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી આગળ વધી રહ્યું છે.દરરોજ કોરોનાના નવા દર્દી પાછલા દિવસોના રેકોર્ડ તોડી રહ્યા છે.સ્થિતિ એવી છે કે હોસ્પિટલોમાં બેડ ખૂટવા લાગ્યા છે અને દર્દીઓ એક-એક બેડના ઈન્તેજારમાં પોતાનો દમ તોડતાં દેખાઈ રહ્યા છે.દરમિયાન છેલ્લા 24 કલાકમાં ફરી દેશભરમાં રેકોર્ડબ્રેક 3,79,257 નવા દર્દીઓ મળ્યા છે તો 3645 લોકો કોરોના સામેનો જંગ હારી ગયા છે.આટલા કપરાં સમયમાં રાહતની વાત એ છે કે કોરોનાથી સાજા થનારા દર્દીઓમાં સતત વધારો થઈ રહ્યો છે.પાછલા 24 કલાકમાં રેકોર્ડબ્રેક 2,69,507 દર્દીઓ સાજા પણ થયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી જાણકારી અનુસાર દેશમાં અત્યાર સુધી 1,83,76,524 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે.અત્યાર સુધી 1,50,86,878 લોકો વાયરસને હરાવી ચૂક્યા છે તો 2,04,832 લોકો કોરોના સામેનો જંગ હારી ગયા છે. અત્યારે 30,84,814 દર્દીઓની સારવાર ચાલી રહી છે.રાજ્યવાઈઝ વાત કરવામાં આવે તો દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 25986 નવા કેસ સામે આવ્યા છે અને 368 લોકોના મોત થયા છે.જ્યારે મહારાષ્ટ્રમાં કોરોનાનું તાંડવ શમવાનું નામ જ ન લઈ રહ્યું હોય તેવી રીતે 24 કલાકમાં 985 લોકોના મોત થયા છે તો 63309 કેસ મળ્યા છે. ઉત્તરપ્રદેશમાં 29751 નવા કેસ, 265ના મોત,ગોવામાં 3101 નવા કેસ, 24ના મોત, કેરળમાં 35013 કેસ,કર્ણાટકમાં 39830, છત્તીસગઢમાં 15563,રાજસ્થાનમાં 16613, ગુજરાતમાં 14120,તામીલનાડુમાં 1665 અને મધ્યપ્રદેશમાં 12758 નવા કેસ મળી આવ્યા છે.

કેરળમાં વૃદ્ધ દંપતિની હત્યા બદલ બાંગ્લાદેશના નાગરિકને ફાંસીની સજા
પ્રાદેશિક ચેનલના પત્રકારની હત્યા કરવામાં આવતા ચકચાર
અદાણી ગૃપે તેના કચ્છ કોપર લિ.પ્રોજેક્ટ માટે 6071 કરોડનું સંપૂર્ણ ૠણ ઉભુ કર્યુ
રાજ્યમાં IPS અધિકરીઓની બદલીના ભણકારા વચ્ચે આંતરિક બદલી અંગે મોટા સમાચાર !
ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં ISIS દ્વારા આતંકી હુમલો, પોલીસે આતંકીને માર્યો ઠાર
Share This Article
Facebook Email Print
Previous Article આ કોરોના વોરિયર્સને સો સલામ : પીઠી ચોળેલી હાલતમાં ત્રણ મૃતદેહોને આપ્યો અગ્નિદાહ
Next Article અમેરિકાએ પોતાના નાગરિકોને તાત્કાલિક ભારત છોડવા માટે આદેશ કર્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up