28મી માર્ચ, 2022 સોમવાર નવી દિલ્હી : ભારતના રોડ પર મારૂતિ સાથે મળીને રાજ કરનાર સુઝુકી મોટર હવે ફ્લાઈંગ કાર બનાવતી કંપની સ્કાયડ્રાઈવ ઈંક સાથે મળીને ફ્લાઈંગ કારના સંશોધન,ઉત્પાદન અને વેચાણ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે.સ્કાઈડ્રાઈવ અને સુઝુકીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તે ભારતમાં શરૂઆતી તબક્કામાં જ નજીકથી કામ કરશે.આ નવા સોદા સાથે જાપાની ઓટોમેકર સુઝુકી હવે ઓટોમોબાઈલ,મોટરસાઈકલ અને આઉટબોર્ડ મોટર્સ સિવાય ચોથા સેક્ટર મોબિલિટી બિઝનેસમાં પ્રવેશવા જઈ રહી છે.
ફ્લાઈંગ કાર કંપની સ્કાયડ્રાઈવ હાલમાં કોમ્પેક્ટ,બે સીટીંગ ઈલેક્ટ્રીક ફ્લાઈંગ કારના ડેવલપમેન્ટ પર કામ કરી રહી છે.કંપની તેનું સંપૂર્ણ ઉત્પાદન કરવાની પણ યોજના ધરાવે છે.જોકે નિવેદનમાં એ નથી જણાવ્યું કે સુઝુકી આ મોડલ પર કંપની સાથે કામ કરશે કે નહીં. 2025માં કંપની જાપાનના ઓસાકામાં યોજાનાર વર્લ્ડ એક્સપોમાં ‘ફ્લાઈંગ કાર’ સર્વિસ શરૂ કરવાની જાહેરાત કરી ચૂક્યું છે.
સુઝુકીએ તાજેતરમાં ઇલેક્ટ્રિક વાહનો અને બેટરીના ઉત્પાદન માટે ભારતમાં અંદાજે 10,500 કરોડના રોકાણની જાહેરાત કરી છે.ભારતીય બજારમાં ફ્લાઈંગ કાર લાવવાની સાથે,મારુતિ સુઝુકી ઈલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન વધારવા અને વધુ નવા ઈલેક્ટ્રિક વાહનો લૉન્ચ કરવા પર ભાર આપી રહી છે.
એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે ગત વર્ષે દેશમાં ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ ત્રણ ગણું વધ્યું હતું.ભારતે 2070 સુધીમાં શૂન્ય ઉત્સર્જન હાંસલ કરવાનું લક્ષ્ય રાખ્યું છે.ભારત સરકાર ઇલેક્ટ્રિક વાહનો અને સપ્લાય ચેઇનના ઝડપી વિકાસ પર સતત ભાર આપી રહી છે.એર ટેક્સી માર્કેટ 2040માં 1,700 લાખ કરોડ ડોલર સુધી વધવાની અપેક્ષા છે.અર્બન એર મોબિલિટી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને દક્ષિણ કોરિયાની સરકાર આગામી પેઢીની તકનીકોમાંની એક તરીકે ગણાવી રહી છે,જે રસ્તાઓ પરના ટ્રાફિકને પણ ઘટાડશે.

