By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ભારતમાં ‘મા’ની સારવાર કરાવી રહી હતી અફઘાન સાંસદ, ભાઈનો મેસેજ આવ્યો અને પગ નીચેથી ખસી ગઈ જમીન
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ભારતમાં ‘મા’ની સારવાર કરાવી રહી હતી અફઘાન સાંસદ, ભાઈનો મેસેજ આવ્યો અને પગ નીચેથી ખસી ગઈ જમીન
GeneralNational

ભારતમાં ‘મા’ની સારવાર કરાવી રહી હતી અફઘાન સાંસદ, ભાઈનો મેસેજ આવ્યો અને પગ નીચેથી ખસી ગઈ જમીન

HM News
Last updated: 17/08/2021 6:48 AM
HM News
4 years ago
Share
SHARE

અફઘાનિસ્તાનમાં ફરી તાલિબાની રાજ આવી ગયું છે.તાલિબાનના ડરથી અફઘાનિસ્તાનના લોકોમાં ખોફ છે અને લોકો દેશ છોડી રહ્યા છે.આ દરમિયાન અફઘાનિસ્તાનની એક સાંસદ પોતાની માતાની સારવાર માટે દિલ્હી આવી હતી.તે ગુરુગ્રામમાં તેની માતાની સારવાર કરાવી રહી હતી અને આ દરમિયાન અફઘાનિસ્તાનમાં સત્તાપલટો થઈ ગયો.સોમવારના તેમને કાબુલથી મેસેજ આવ્યો.મેસેજ તેમના ભાઈનો હતો. મેસેજમાં લખ્યું હતું કે ‘તાલિબાન અહીં આવી ચૂક્યું છે. તે પાડોશમાં છે.’

આ સાંસદ ગુરુગ્રામની ખાનગી હૉસ્પિટલમાં પોતાની માતાના બ્લડ ક્લોટની સારવાર કરાવવા 2 અઠવાડિયા પહેલા ભારત આવી છે.તેમણે ક્યારેય એવું નહોતું વિચાર્યું કે આટલી જલદી આમ થઈ જશે.મહિલા સાંસદના પરિવારમાં એક દીકરી છે અને 19 વર્ષનો દીકરો છે. આ મહિલા સાંસદ કહે છે કે, ‘છેલ્લા 2 દિવસથી સતત રડી રહી છું.દરેક ક્ષણ ઘણી જ મુશ્કેલીથી પસાર થઈ છે.’ 39 વર્ષની આ મહિલા ઉત્તર-પૂર્વ અફઘાનિસ્તાનના એક રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે.

હોટલથી ચેકઆઉટ કરીને દિલ્હીના લાજપત નગર નીકળતા તેમણે કહ્યું કે, ‘હું નથી જાણતી કે અહીં કેટલા દિવસ રોકાવું પડશે. મારો પરિવાર સંકટમાં છે.હું ત્યાંના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં હતી, પરંતુ તેમણે મને જણાવ્યું નહીં કે કંઈ થવાનું છે.હું ભારત સરકાર અને સંયુક્ત રાષ્ટ્રથી સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશ.અન્ય અફઘાન સાંસદ પણ આવી ચૂક્યા છે.’ તેમણે કહ્યું કે, તે તેની મા અને નાની બહેન સાથે ત્યાં રહેશે. ઓછામાં ઓછ એવા લોકો વચ્ચે તો રહેવાશે જેમને તે ઓળખે છે.

મહિલા સાંસદે કહ્યું કે, ‘લોકો મને સતત ફોન કરી રહ્યા છે.કેટલાક મારો પ્રચાર કરનારા છે, સાથી છે જે મદદ માંગી રહ્યા છે અને કેટલાક મને સલાહ આપી રહ્યા છે કે હું પાછી ના આવું.મને મારા પાડોશીઓનો ફોન આવ્યો કે પાછા ના ફરતા.’ 29 વર્ષની તેમમની બહેન એક ગાયનકોલોજીસ્ટ છે.તેમણે કહ્યું કે, અનેક ગ્રુપ્સ પર એક ક્લિક વાયરલ થઈ રહી છે જેમાં તાલિબાન ડૉક્ટર્સને પાછા હટવા અને સેલરી વગર કામ કરવા કરી રહ્યા છે.

કપરાડામાં પ્રેમી પંખીડાનો ડુંગરે ફાંસો ખાઇ આપઘાત
ચૂંટણીના એક મહિના પછી પણ વિપક્ષ નેતાનું નામ નક્કી કરવાનાં કોંગ્રેસનને ફાંફાં : શું વિપક્ષ નેતાનું પદ પણ ગુમાવશે ?
લો બોલો : કોરોના મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા સમિતિમાં એકપણ બેઠક ન યોજાઈ
ભાજપના હાર્દિક પટેલે ગુજરાતના પાટીદારો વિશે કહી આ ખાસ વાત, પરિણામોના પત્તા ખુલી ગયા
દુર્લભ પટેલ કેસમાં સુરત શહેર પોલીસ પણ કઈ ખાસ ઉકાળી ન શકતા અનેક તર્ક વિતર્ક,ભીનું સંકેલવાના પ્રયાસ ?
Share This Article
Facebook Email Print
Previous Article NCP ના ઉદય બાદ જ રાજ્યમાં વધ્યો જાતિવાદ, જાણો રાજ ઠાકરેના આ આરોપનો શરદ પવારે શું આપ્યો જવાબ
Next Article અફઘાનિસ્તાનના યુદ્ધના સૌથી જૂના ખેલાડી રશિયાને હવે કેમ આટલું બધું સારું લાગી રહ્યું છે તાલિબાન?
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up