નવી દિલ્હી તા.26 : ભારતમાં કોરોનાના ભયંકર સંક્રમણ વચ્ચે છેલ્લા એક સપ્તાહમાં22.49 લાખ નવા કેસ નોંધાયા છે.દુનિયાના કોઈપણ દેશમાં આટલી ઝડપી રફતાર જોવા મળી નથી એટલુ જ નહિં મોતમાં 89 ટકાનો મોટો વધારો છે. 18 થી 25 એપ્રિલના સમયગાળામાં ભારતમાં 16257 મોત નોંધાયા છે તે 18 મી એપ્રિલ પુરા થયેલા અઠવાડીયામાં 8588 હતા.સંક્રમિત દરમાં 47 ટકાના વધારા સામે મોતની સંખ્યામાં 89 ટકાનો ચોંકાવનારો વધારો છે.દુનિયામાં આ પૂર્વે અમેરીકામાં 3 થી 10 જાન્યુઆરીનાં અઠવાડીયામાં 17.9 લાખ કેસ નોંધાયા હતા.આજ રીતે 15 જાન્યુઆરીના સપ્તાહમાં સર્વાધિક 234111 ના મોતનો રેકોર્ડ હતો.બ્રાઝીલમાં સાપ્તાહીક મોતનો રેકોર્ડ 21865 તથા ભારતમાં 16257 છે.આ સિવાય અન્ય કોઈ દેશમાં 10,000 થી વધુ સાપ્તાહીક મોત થયા નથી.ભારતમાં 12 મી ફેબ્રુઆરીના સપ્તાહમાં 77000 જેટલા સાપ્તાહીક કેસ હતા અને ત્યારપછી તેમાં સતત વધારો થઈ રહ્યો છે.નવા કેસ કરતાં મોતમાં વધારો ચિંતાજનક છે. 4 થી એપ્રિલનાં સપ્તાહમાં 3257 મોત હતા તે 11 એપ્રિલનાં સપ્તાહમાં 5079 હતા હવે 16257 પર પહોંચી ગયા છે.