ભારતમાં સૌથી વધારે કોરોના વાયરસ સંક્રમીત કેસ હોય તો તે મહારાષ્ટ્રમાં છે. હવે અહીં એક જ પરિવારના 12 સભ્યોને કોરોના વાયરસનો ચેપ લાગતા સનસનાટી મચી જવા પામી છે. સાંગલી જીલ્લાના ઈસ્લામપુર ગામમાં રહેતા એક જ પરિવારને કોરોના વાયરસ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
આ પરિવારના 4 લોકોનો રિપોર્ટ 23 માર્ચે પોઝિટિવ આવ્યો હતો. તેમને 19 માર્ચે મિરાજમાં એક આઈસોલેશન વોર્ડમાં દાખલ કરાવવામાં આવ્યા હતાં. આ ચારેય લોકો સાઉદી અરબથી હજ કરીને પાછા ફર્યા હતાં. હવે પરિવારના અન્ય 12 સભ્યોનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સનસનાટી મચી જવા પામી છે.
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. અત્યાર સુધી અહીં 145 કેસ સામે આવ્યા છે. આ દરમિયાન અહીંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. સાંગલી જીલ્લામાં એક જ પરિવારના 12 સભ્યો કોરોના વાયરસના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું છે. સૌથી પહેલા 23 માર્ચે પરિવારના 4 સભ્યોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ચારેય સભ્યો હજ કરીને પરત ફર્યા હતા.
આ પરિવાર સાંગલી જિલ્લાના ઈસ્લામપુર ગામના રહેવાસી છે. સૌથી પ્હેલા હજથી પરત ફરેલા પરિવારના 4 સભ્યોને આઇસોલેશનમાં રાખવા આવ્યા હતાં. 23 માર્ચે આ સૌના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. 25 માર્ચે પરિવારના વધુ 5 સભ્યોના ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. આ પાંચેય પણ પોઝિટિવ હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ મેડિકલ ટીમે પરિવારના વધુ 3 લોકોને ટેસ્ટ માટે બોલાવવામાં આવ્યા હતાં. આ ત્રણેય પોઝિટિવ પુરવાર થયા. આમ એક જ પરિવારના 12 લોકો ખતરનાક કોરોના વાયરસની ઝપટમાં આવી ગયા.
સાંગલી જિલ્લાના સિવિલ સર્જન સંજય સાલુનખેએ કહ્યું હતું કે, આ પરિવારના સંપર્કમાં આવનારા તમામ લોકોના સેમ્પલ હવે લેવામાં આવી રહ્યા છે. આ સૌના રિપોર્ટ હવે શુક્રવારે આવવાના છે. ડૉક્ટરોને એ વાતનો ડર છે કે કોરોનાની આ ચેઇન ઘણી લાંબી હોઈ શકે છે. આ ગામના અનેક લોકો તેની ઝપટમાં આવ્યા હોવાની આશંકા છે. સાવચેતીના ભાગરૂપે ડૉક્ટરોએ આ પરિવારના તમામ નજીકના સંબંધીઓને આઇસોલેટ કરી દીધા છે.
આ દરમિયાન, મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી અત્યાર સુધી 3 લોકોનાં મોત થઈ ચૂક્યા છે જ્યારે 145 લોકો અત્યાર સુધી સંક્રમિત છે. કોલ્હાપુર, સાંગલી અને પુણેના એક-એક નવા કેસ સામે આવ્યા છે.

