આ સિવાયના દેશના ઓવરસીઝ સિટીઝન ઑફ ઈન્ડિયા કાર્ડધારકોને ભારતમાં પ્રવેશ માટે ભારતીય મિશનોથી નવા વિઝા લેવા પડશે.
નવી દિલ્હી :ભારત સરકારે 36 દેશોમાંથી આવનાર મુસાફરોના પ્રવેશ પર અસ્થાયી રોક લગાવી દીધી છે.11 દેશોના મુસાફરોને અનિવાર્ય રીતે અલગ રાખવામાં આવશે.ગૃહ મંત્રાલયે આ જાણકારી આપી છે.મંત્રાલય અનુસાર પ્રતિબંધિત દેશોને છોડીને ઓવરસીઝ સિટીઝન ઑફ ઈન્ડિયા કાર્ડધારકોને ભારતમાં પ્રવેશ માટે ભારતીય મિશનોથી નવા વિઝા લેવા અકિલા પડશે.મંત્રાલયના પ્રવક્તા અનુસાર કોઈ પણ એરલાઈન ઑસ્ટ્રેલિયા,બેલ્જિયમ, બુલ્ગારિયા,ક્રોએશિયા,સાઈપ્રસ,ચેક ગણરાજ્ય,ડેનમાર્ક,એસ્ટોનિયા,ફિનલેન્ડ,ફ્રાન્સ,જર્મની,ગ્રીસ,આઈસલેન્ડ,હંગરી,આયરલેન્ડ,ઈટલી, લાતવિયા,લિકટેસ્ટીન,લિથુઆનિયા,લક્ઝમબર્ગ,માલ્ટા,નેધરલેન્ડ,નોર્વે,પોલેન્ડ,પોર્ટુગલ,રોમાનિયા,સ્લોવાકિયા,સ્લોવેનિયા,સ્પેન,સ્વીડન,સ્વિટ્ઝર્લેન્ડ,તુર્કી, બ્રિટનથી કોઈ પણ મુસાફરને ભારત લાવશે નહીં.17 માર્ચથી એરલાઈનો તરફથી ફિલિપાઈન્સ,મલેશિયા અને અફઘાનિસ્તાનથી મુસાફરો લાવવા પર પણ રોક લગાવી દીધી છે.