દિલ્હી : ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી દીપક ચહરે તેની મંગેતર જયા ભારદ્વાજ સાથે લગ્ન કરી લીધા છે.ગઈકાલે તેણે જયા સાથે સાત ફેરા લીધા હતા.
આ દરમિયાન બંનેના પરિવારજનો ઉપરાંત તેમના સંબંધીઓ પણ સામેલ થયા હતા.બંને ક્યુટ કપલની કેટલીક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.જેમાં જોઈ શકાય છે કે દીપક ઘોડી પર ચઢીને લગ્ન માટે જયાના ઘરે જઈ રહ્યો છે.જ્યારે બંને એકબીજાને માળા પહેરાવતા પણ જોવા મળે છે.
તેણે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીર પણ શેર કરી છે.આ તસવીરમાં બંને નવવિવાહિત કપલ એકબીજાની આંખોમાં ડૂબેલા જોવા મળે છે.આ તસવીર શેર કરતા દીપકે તેના કેપ્શનમાં લખ્યું છે કે,’જ્યારે હું તમને પહેલીવાર મળ્યો ત્યારે મને સમજાયું કે તમે ફક્ત મારા માટે જ બન્યા છો.અમે દરેક ક્ષણ સાથે જીવ્યા છીએ અને હવે સાથે રહીશું.હું વચન આપું છું કે હું તને ખુશ રાખીશ.આ ક્ષણ મારા જીવનની સૌથી ખુશીની ક્ષણ છે.અમને આશીર્વાદ આપો.’ઉલ્લેખનીય છે કે,રાહુલે તાજેતરમાં પંજાબ કિંગ્સ માટે આઈપીએલમાં ભાગ લીધો હતો.જ્યારે જયા ભારદ્વાજ દિલ્હીની રહેવાસી છે.તેણે એમબીએમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું છે.આ સિવાય તે હાલમાં દિલ્હીમાં એક પ્રતિષ્ઠિત કંપનીમાં કન્ટેન્ટ હેડ તરીકે કામ કરી રહી છે.

