નવી દિલ્હી : ભારતના ચામડા ઉદ્યોગને પડી રહેલી મારનો સીધી ફાયદો પડોસી બાંગ્લાદેશને મળી રહ્યો છે.અહીંની લેધર અને ટેક્સસ્ટાઇલ ઉદ્યોગોએ આખા દેશની કાયાપલટ કરી નાંખી છે.પરિણામ એવા છે કે બાંગ્લાદેશની જીડીપીમાં આ ઉદ્યોગો મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.
બીજી તરફ ભારતના ચામડા ઉદ્યોગની વાત કરીએ તો કાનપુર હબ હવે પડકારોથી ઘેરાયુ છે.જેના લીધે ચામડા ઉદ્યોગમાં ભારતને મળી રહેલા 2100 કરોડના વિદેશી ઓર્ડર હવે બાંગ્લાદેશ ખેંચી ગયુ છે.
સોફ્ટ લેધર એટલે કે બકરા-બકરીના ચામડાનો સૌથી મોટો સપ્લાયર ભારત બાદ બાંગ્લાદેશ હતો,પરંતુ ભારતમાં ચામડા ઉદ્યોગને લઇને લાદ્યવામાં આવેલા કડક નિયમોને લીધે આશરે 50 ટકા ચામડા ઉદ્યોગ બંધ હાલતમાં છે. એમાં પણ 19 મહીનાથી બંધ જેવી સ્થિતિ છે.આ કારણે નિકાસ ઓર્ડર પર પડેલી પ્રતિકૂળ અસરમાં યુરોપ જેવા દેશોના ખરીદદારોએ બાંગ્લાદેશ તરફ નજર કરી હતી, જ્યાં તેમને ભારે આવકારા સાથે પ્રોત્સાહન પેકેજ મળ્યા.
બાંગ્લાદેશે સૌ પહેલા ડ્યૂટી ડ્રો બેક 15 ટકા કરી દીધી જેની સીધી અસરમાં કાનપુર ચામડા ઉદ્યોગ પાસેથી ચાર મોટી વિદેશી કંપનીઓના ઓર્ડર બાંગ્લાદેશને મળ્યા. ભારતમાં, ખાસ કરીને કાનપુર ચામડા ઉદ્યોગ હાલમાં 50 ટકા ક્ષમતા સાથે ચાલી રહ્યો હતો,એમા પણ ફટકા રુપે 15 દિવસ ચલાવવાનો રોસ્ટર આપવામાં આવ્યો. અહીંની ફેક્ટરીઓ મજૂરોને 30 દિવસનો પગાર ચૂકવવા મજબૂર હતી જ્યારે કામ માત્ર 25 દિવસ ચાલતુ હતું.જેની ખરાબ અસર ઉદ્યોગના સંચાલન પર જોવા મળી.