ડબ્લિન : ભારતીય મૂળના લિયો વરાડકર શનિવારે આયરલૅન્ડના વડા પ્રધાન બન્યા હતા.૨૦૨૦માં કરવામાં આવેલા ગઠબંધન કરારને અનુરૂપ સત્તા સોંપવામાં આવ્યા બાદ બીજી વખત લિયો વડા પ્રધાન બન્યા છે.
વરાડકરનો જન્મ ડબ્લિનમાં થયો હતો.તેમનાં મમ્મી આયરિશ હતાં અને તેઓ નર્સ હતાં,જ્યારે તેમના પપ્પા ઇન્ડિયન છે,જેઓ ક્વૉલિફાઇડ ડૉક્ટર હતા.વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લિયોને અભિનંદન પાઠવ્યાં હતાં.એક ટ્વીટમાં વડા પ્રધાન મોદીએ લખ્યું હતું કે ‘બીજી વખત આયરલૅન્ડની સરકારના વડા બનવા બદલ લિયો વરાડકરને અભિનંદન.આપણા ઐતિહાસિક સંબંધો,એકસમાન બંધારણીય મૂલ્યો અને આયરલૅન્ડ સાથે અનેક બાબતોએ સહકાર ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.’