By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ભારતીય મેન્સ બેડમિંટન ટીમે ઈતિહાસ રચ્યો : થોમસ કપમાં સૌપ્રથમ મેડલ નિશ્ચિત
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ભારતીય મેન્સ બેડમિંટન ટીમે ઈતિહાસ રચ્યો : થોમસ કપમાં સૌપ્રથમ મેડલ નિશ્ચિત
GeneralSports

ભારતીય મેન્સ બેડમિંટન ટીમે ઈતિહાસ રચ્યો : થોમસ કપમાં સૌપ્રથમ મેડલ નિશ્ચિત

HM News
Last updated: 13/05/2022 4:58 AM
HM News
3 years ago
Share
SHARE

બેંગકોક, તા.૧૨ : ભારતીય મેન્સ બેડમિંટન ટીમે મલેશિયા સામેની થોમસ કપની ક્વાર્ટર ફાઈનલમાં ૩-૨થી રોમાંચક વિજય મેળવતા ઈતિહાસ રચી દીધો છે.ભારતે સેમિ ફાઈનલમાં પ્રવેશવાની સાથે થોમસ કપના ઈતિહાસમાં સૌપ્રથમ વખત મેડલ નિશ્ચિત કરી લીધો છે.હવે સેમિ ફાઈનલમાં ભારત સાઉથ કોરિયા કે ડેનમાર્ક સામે ટકરાશે.

મલેશિયાના ઝી જીયા લી સામે ભારતના યુવા ખેલાડી લક્ષ્ય સેનનો ૨૧-૨૩, ૯-૨૧થી પરાજય થયો હતો. જોકે સાત્વિક-ચિરાગની જોડીએ ગોહ-ઈઝ્ઝુદીનની જોડીને ૨૧-૧૯, ૨૧-૧૫થી હરાવતા ભારતની આશા જીવંત રાખી હતી.કિદામ્બી શ્રીકાંતે ૨૧-૧૧, ૨૧-૧૭થી ત્ઝે યોંગ એન્ગને હરાવતા ભારતને ૨-૧થી સરસાઈ અપાવી હતી.જોકે મલેશિયાના એરોન ચિયા-ઈ યી ઓએ ૨૧-૧૯, ૨૧-૧૭થી ભારતના ક્રિશ્નપ્રસાદ-વિષ્ણુવર્ધનને હરાવતા બંને ટીમો ૨-૨થી બરોબરી પર આવી ગઈ હતી.આખરે એચ.એસ. પ્રનોયે નિર્ણાયક અને આખરી સિંગલ્સમાં મલેશિયાના જુન હાઓ લેઓંગને ૨૧-૧૩, ૨૧-૮થી હરાવતા ભારતને ઐતિહાસિક સફળતા અપાવી હતી.

અગાઉ ભારતીય મહિલા બેડમિંટન ટીમનો થાઈલેન્ડ સામેની ક્વાર્ટર ફાઈનલમાં ૦-૩થી નાલેશીભર્યો પરાજય થયો હતો. આ સાથે ભારત ઉબેર કપમાંથી બહાર ફેંકાયું હતુ. સિંધુ થાઈલેન્ડની ઈન્થાનોન સામે ૨૧-૧૮, ૧૭-૨૧, ૧૨-૨૧થી હારી ગઈ હતી.જે પછી.શ્રુતિ- સિમરન થાઈલેન્ડની જોન્ગકોલ્ફાન-રાવિન્દા સામ૧૬-૨૧, ૧૩-૨૧થી અને આકાર્ષી કશ્યપ પણ થાઈલેન્ડની ચોચુવાંગ સામે ૧૬-૨૧, ૧૧-૨૧ થી હારતા ભારત બહાર ફેંકાયું હતુ.થાઈલેન્ડે આ સાથે ૩-૦થી અજેય સરસાઈ મેળવી લીધી હતી.જે પછી બાકીની બે ઔપચારિક મેચ રમાઈ નહતી.

અંકલેશ્વર : કોરોનાની દવા ઉત્પાદન કરવા ફાર્મા ઉદ્યોગોને 24 કલાકમાં EC અપાયું
સ્કૂલ ફી મુદ્દે ખાનગી શાળાના સંચાલકોએ હાઈકોર્ટમાં કહી આ વાત
કાશ્મીરમાં 4 આતંકવાદીઓ ઠાર મરાયાં : 3 જવાનો શહીદ
હવે વોટ્સએપ કોલિંગ પણ સલામત નહીં, પોલીસ બધું જ સાંભળી શકશે, રાજકીય દુશ્મનો સામે નવું હથિયાર મળ્યું
અંકલજીના સમોસાએ જીત્યું દિલ, કિંમત જાણીને બધા ચોંકી ગયા
Share This Article
Facebook Email Print
Previous Article મહારાષ્ટ્રમાં કોરોનાના દરદીની સંખ્યા સ્થિર થઇ, પણ કાળજી રાખવી જરૃરી
Next Article ડીઆરએસની ટેક્નીકલ ખામીને કારણે કોન્વે રિવ્યૂ લઈ ના શક્યો અને આઉટ થયો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up