કોરોના વાયરસને નાથવા માટે ભારતે ચીનથી વેન્ટિલેટર ખરીદવાનો નિર્ણય કર્યો છે પરંતુ ચીનની તરફથી જે નિવેદન આવ્યું છે તેનાથી ભારત માટે ચિંતા વધી શકે છે. જો કે ચીને તેના પર કહ્યું છે કે તેઓ જરૂરી વેન્ટિલેટર ભારતને આપવા માટે તૈયાર છે પરંતુ હાલ ઉત્પાદનમાં કઠિનાઇ આવી રહી છે કારણ કે તેમને વેન્ટિલેટર બનાવા માટે જરૂરી સાધનોની આયાત કરવી પડશે.
ભારતે આગળ આવી મદદ કરી, હવે ચીનનો વારો
ભારતે કોરોના વારસના શરૂઆતના પ્રસારના સમયે જ જાન્યુઆરીમાં પ્રતિબંધમાં ઢીલ મૂકી દીધી હતી અને ચીને સીમિત મેડિકલ સાધનોની નિકાસને મંજૂરી આપી હતી. તેની સાથે જ ભારતે ફેબ્રુઆરીમાં ચીનને 15 ટન મેડિકલ સપ્લાય મોકલ્યો હતો. હવે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવકતા હુઆ ચુનયિંગે મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું કે અમે એ પણ જાણીએ છીએ કે ભારતના લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મહામારીને હરાવા માટે પ્રયાસરત છે. ચોક્કસ પણે અત્યારે આખી દુનિયામાં વેન્ટિલેટરની ભારે માંગ છે. ચીન પણ આ મહામારીના સમયમાં દબાણનો સામનો કરી રહ્યું છે.
વિદેશ મંત્રાલયે કહ્યું કે જો કે એક વેન્ટીલેટર માટે વિભિન્ન ક્ષેત્રો અને દેશોમાંથી આયાતીત 1000થી વધુ વસ્તુઓ જોઇએ છે જેમાં યુરોપ અને દુનિયાના બીજા ભાગ છે. ચુનયિંગે કહ્યું કે આથી અમારા માટે અત્યારે ઉત્પાદન વધારવું ખૂબ સરળ નથી. આમ કરવું ખૂબ જ મુશ્કેલ છે. પરંતુ ચીની કંપનીઓ આ દિશામાં અથાગ પ્રયાસ કરી રહી છે જેથી કરીને તેનું ઉત્પાદન વધી જાય.
ભારત અમેરિકામાં વધી છે વેન્ટિલેટરની માંગ
અમેરિકા અને ભારત સહિત કેટલાંય દેશ વેન્ટિલેટર ખરીદવાની કોશિષ કરી રહ્યું છે જેની જરૂરિયાત કોરોના વાયરસના લીધે હોસ્પિટલોમાં વધી ગઇ છે. ચીની વેન્ટિલેટર નિર્માતાઓના મતે તેમના માટે ઉત્પાદન વધારવું સરળ નથી. કારણ કે તેમને પણ સાધનોની આયાત કરવી પડશે. ચીનના સરકારી મીડિયાએ આ સમાચાર ત્યારે પ્રકાશિત કર્યા છે જ્યારે ભારતે વેન્ટિલેટર અને અન્ય મેડિકલ સાધનો માટે ચીન સહિત કેટલાંય દેશોમાં વેન્ટિલેટર નિર્માતાઓનો સંપર્ક કર્યો છે.