‘હાઈ કમિશન એ પાયાવિહોણા અને અટકળો પર આધારિત મીડિયા રિપોર્ટ્સને સ્પષ્ટ રીતે ફગાવી દે છે કે જેમાં જણાવાયું છે કે ગોટાબાયા રાજપક્સે અને બાસિલ રાજપક્સેને શ્રીલંકા છોડીને જવામાં ભારતે મદદ કરી હતી.’
શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્સેને તેમના દેશમાંથી ભાગી જવામાં ભારતે મદદ કરી હોવાનું જણાવતા મીડિયા રિપોર્ટ્સને ગઈ કાલે શ્રીલંકામાં ઇન્ડિયન હાઈ કમિશને ફગાવી દીધા હતા.શ્રીલંકામાં ઇન્ડિયન હાઈ કમિશને એક ટ્વીટમાં જણાવ્યું હતું કે‘હાઈ કમિશન એ પાયાવિહોણા અને અટકળો પર આધારિત મીડિયા રિપોર્ટ્સને સ્પષ્ટ રીતે ફગાવી દે છે કે જેમાં જણાવાયું છે કે ગોટાબાયા રાજપક્સે અને બાસિલ રાજપક્સેને શ્રીલંકા છોડીને જવામાં ભારતે મદદ કરી હતી.’આ ટ્વીટમાં વધુ જણાવાયું હતું કે ‘અમે પુનરોચ્ચાર કરીએ છીએ કે ભારત શ્રીલંકાના લોકોને સપોર્ટ આપતું રહેશે,કેમ કે તેઓ લોકતાંત્રિક રીતો, મૂલ્યો તેમ જ સ્થાપિત લોકતાંત્રિક સંસ્થાનો અને બંધારણીય માળખા દ્વારા સમૃદ્ધિ અને પ્રગતિ માટેની તેમની મહાત્વાકાંક્ષાઓને સાકાર કરવા ઇચ્છે છે.’


