નવી દિલ્હી, 29 જુલાઈ : ઇઝરાઇલના વિદેશી બાબતો અને આરોગ્ય મંત્રાલયનુ એક પ્રતિનિધિ મંડળ રવિવારે દિલ્હીના ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ) ખાતે કોરોના વાયરસ ડાયગ્નોસિસ સોલ્યુશનની ચકાસણી માટે ભારત રવાના થયુ હતુ.
રવિવારે ઇઝરાઇલના સંરક્ષણ મંત્રાલયે ટ્વીટ કર્યું છે કે,” આપણુ વિદેશ મંત્રાલય અને આરોગ્ય મંત્રાલયનુ પ્રતિનિધિ મંડળ ભારત તરફ રવાના થયુ છે.આ લોકો ત્યાં પહોંચશે અને ભારતીય સાથીદારો અને સમકક્ષો સાથે ફોર કોરોના વાયરસ નિદાન સોલ્યુશન નુ પરીક્ષણ કરશે.”
નોંધનીય છે કે, 24 જુલાઇના રોજ ભારતમાં ઇઝરાઇલી દૂતાવાસને કહેવામાં આવ્યુ હતુ કે,” ટેલ અવીવે, કોરોનાવાયરસ માટે ઝડપી પરીક્ષણ કીટ બનાવવા માટે, આ અઠવાડિયે વૈજ્ઞાનિકો ની એક ટીમ ભારત મોકલવાનો નિર્ણય કર્યો છે.જે તેના પર કામ કરી રહી છે.એવુ કહેવામાં આવ્યુ હતુ કે,આ ટીમ દિલ્હીના એઈમ્સમાં કામ કરશે.”
ઇઝરાઇલમાં કિટ્સ કસોટી માટેના પ્રથમ તબક્કાના પરીક્ષણ પહેલાથી જ કરવામાં આવી ચુક્યા છે,અને અંતિમ કક્ષાની પરીક્ષણ ભારતમાં કરવામાં આવશે.જે ટૂંક સમયમાં પરિણામ આપશે. આ સાથે, એવુ પણ કહેવામાં આવ્યુ હતુ કે,” ઇઝરાઇલનુ આરોગ્ય મંત્રાલય અને વિદેશ મંત્રાલય કોરોના સામેની લડતમાં ભારતને સહયોગ કરશે.”


