કોરોના વાઈરસના કારણે ભલે સમગ્ર જગતના લોકો જે વિકસિત હોય કે ન હોય પણ નેગેટિવ ગ્રોથનું અનુમાન સેવી રહ્યાં છે. IMFના અનુમાન પ્રમાણે એડવાન્સ ઈકોનોમી અને ડેવલપિંગ ઈકોનોમીના ગ્રોથમાં રેટ નેગેટિવ રહેશે. જોકે બે દેશ ભારત અને ચીનમાં વિકાસ દર પોઝીટીવ રહેશે.ચીનના વિકાસ દરમાં 1.2 ટકાનું અને ભારતના વિકાસ દરમાં 1.9 ટકાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.જેની પરિપ્રેક્ષ્યએ આગામી વર્ષ 2021માં ચીન 9.2 ટકા અને ભારત 7.4 ટકા વિકાસ દર કરી શકે છે.
કોરોના વિરૂદ્ધ એશિયાઈ દેશોનું પ્રદર્શન શ્રેષ્ઠ
IMFના એક અધિકારીએ કહ્યું છે કે,કોરોના વાઈરસને રોકવામાં એશિયાઈ દેશોની કામગીરી અન્ય દેશો કરતાં ઉત્કૃષ્ટ રહી છે અને આ દેશ ઝડપથી પરત પણ ફરી રહ્યાં છે.આઈએમએફના નિર્દેશક ચાંગ યોંગ રીએ કહ્યું કે,એશિયામાં કોરોના વાઈરસની અસર દરેક ક્ષેત્રમાં હશે.તથા ગંભીર અપ્રત્યાશિત હશે. એક મુલાકાતમાં તેમણે જણાવ્યું કે,એશિયા હજુ પણ અન્ય ક્ષેત્રોની તુલનાએ શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યું છે. એશિયાનો વૃદ્ધીદર અન્ય ક્ષેત્રો કરતાં વધારે છે.
વિકાસ દરમાં આવશે વેગ પણ નુકસાનમાં ભરપાઈ જરૂરી
એશિયાનો વૃદ્ધિદર 2021માં વધીને 7.6 ટકા રહેવાની આશા છે.તેમણે કહ્યું કે,આનો અર્થ એ નથી કે નુકસાનની ભરપાઈ તુરંત થઈ જશે.વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ઘટાડો થતા તેની અસર એશિયામાં પણ જોવા મળશે.2021ની શરૂઆતમાં પણ ઉત્પાદનનું સ્તર મહામારીના સ્તરની તુલનામાં ઓછો જ હશે. જો કે એમ પણ કહેવામાં આવ્યું છે કે આ પૂર્વનુમાન અનિશ્ચિત છે.
ચીનનો વિકાસદર 1.2 ટકા રહેવાનું અનુમાન
આઈએમએફના જણાવ્યા અનુસાર બે મોટા વેપારી ભાગીદાર અમેરિકા અને યુરોપમાં 6 અથવા તો 6.6 ટકાનો ઘટાડો આવવાનું અનુમાન છે.આ વર્ષે ચીનની આર્થિક વૃદ્ધી 2019ના હિસાબે 6.1 ટકાથી ગબડીને 1.2 ટકા રહેવાની સંભાવના છે.આઈએમએફે કહ્યું કે, કોવિડ-19ના કારણે એશિયામાં ઉત્પાદકતામાં પણ ઘટાડો જોવા મળી શકે છે.