વોશિંગ્ટન, તા. 26 એપ્રિલ 2022 મંગળવાર : ઈન્ટરનેટની દુનિયામાં ડાન્સના વીડિયોની ભરમાર છે.સોશ્યલ મીડિયા પર તાજેતરમાં જ બોલીવુડ ગીત પર કેટલાક ઈન્ટરનેશનલ ડાંસર્સને રસ્તા પર ડાન્સ કરતા જોવામાં આવી રહ્યા છે.દેશ અને વિદેશમાં બનાવવામાં આવેલા આ ડાન્સ વીડિયોને ખૂબ જોવામાં અને પસંદ કરવામાં આવે છે.તાજેતરમાં જ એક એવો પણ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં અમેરિકાના માર્ગ પર એક ભારતીય મહિલા બોલીવુડના એક હિટ ગીત પર ઘાઘરા-ચોલી પહેરીને ડાન્સ કરતી જોવા મળી રહી છે.વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક મહિલા અમેરિકાના માર્ગ પર ડાન્સ કરતા જોવા મળી રહી છે.વીડિયોમાં મહિલા બોલીવુડના હિટ ગીત ઈશ્ક કમીના પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. મહિલાના ડાન્સની કોરિયોગ્રાફી એટલી સુંદર છે કે ત્યાંથી પસાર થતા વિદેશી લોકો તેમને જોવા લાગ્યા છે.વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં ઈન્ટરનેટ યુઝર્સ પણ ખૂબ પ્રેમ આપી રહ્યા છે