ન્યુ દિલ્હી,તા.૨૩
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પત્ની મેલાનિયા ટ્રમ્પ ૨૪ ફેબ્રુઆરીએ અમદાવાદમાં આવશે. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે જેના પછી તેઓ આગરામાં તાજમહેલ જોવા જશે. પરંતુ ત્યાં મહેમાનો સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નહી હોય. સરકારી સૂત્રો અનુસાર શિખર બેઠકમાં બંન્ને દેશો વચ્ચે પાંચ કરાર કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેમા લગભગ ૨૫ હજાર કરોડ રૂપિયાના રક્ષા કરાર પર હત્યાક્ષર થવાની સંભાવના છે.
અમેરિકાના વોશિંગટનમાં એક મીડિયા પરિષદમાં એક વરિષ્ટ અધિકારીએ કહ્યું કે, રાષ્ટ્રપતિ ભારત અને અમેરિકા વચ્ચે મજબૂત અને સ્થાયી સંબંધોના પ્રદર્શન માટે ભારત જઇ રહ્યા છે. આ સંબંધ લોકતાંત્રિક પરંપરા, શેરિંગ વ્યૂહરચના તથા આર્થિક હિત તથા બંન્ને દેશોના નાગરિકોના સંબંધો પર આધારિત છે. અધિકારીએ જણાવ્યું કે, આ યાત્રા દરમિયાન આર્થિક અને ઉર્જા ક્ષેત્રમાં કરાર જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે. બંન્ને દેશો વચ્ચે ૨૦૧૮માં આસપી વેપાર ૧૪૨ અબજ ડોલરની પાર પહોંચી ગયો હતો. જેમા પ્રગતિ થવાની સંભાવના છે.
સત્તાવાર સુત્રોએ શનિવારે જણાવ્યું હતું કે અમે મીડિયામાં અહેવાલ જોયા છે કે ટ્રમ્પની આગરા મુસાફરીના સમયગાળાના મોદી તેમની સાથે રહેશે, પરંતુ એવું નથી. ત્યાં ન તો કોઇ સરકારી કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને ન તો કોઇ મોટી ભારતીય હસ્તિ ત્યાં હાજર રહેશે. તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી અમદાવાદમાં તેમની સાથે રહેશે. જ્યાં તેમના માટે એક સાર્વજનિક સ્વાગત સમારોહ આયોજીત કરવામાં આવશે. દિલ્હી આવ્યા બાદ ૨૫ ફેબ્રુઆરીથી તેમના આધિકારિક કાર્યક્રમ શરૂ થશે.
ટ્રમ્પની ભારત યાત્રા દરમિયાન ઓછામાં ઓછા પાંચ કરાર પર હસ્તાક્ષર પર કરવાની તૈયારીઓ થઇ રહી છે પરંતુ યાત્રાનું મુખ્ય ધ્યાન દ્વિપક્ષિય કરાર કરતા અમેરિકાના નેતૃત્વ સામે ભારતની સદીઓ જૂની સાંસ્કૃતિક વૈવિધ્ય એવમ વૈભવ સાથે લોકતંત્રની શક્તિનું પ્રદર્શન કરવાની રહેશે. જેના થકી બંન્ને દેશોની વૈશ્વિક રણનીતિ ભાગીદારી અને સશક્ત થશે.
ભારત-અમેરિકા વચ્ચે ૨૫૦૦૦ કરોડની ડિફેન્સ ડિલ થાય તેવી શક્યતા
Leave a Comment

