ભારત બંધની ગુજરાતમાં અસરો જોવા મળી રહી છે અને હાઇવે ઉપર ટાયરો સળગાવવાની ઘટનાઓ બનતા પોલીસ ખાતું દોડતું થઈ ગયું છે અને આંદોલન ની આગ ગુજરાતમાં ફરી વળે તે પહેલાં પોલીસે ધરપકડનો દૌર શરૂ કરી દીધો છે.
પોલીસે અત્યાર સુધીમાં જે કોંગી અગ્રણીઓ ની અટકાયત કરી છે તેમાં દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિનીબાની પણ અટકાયત કરાઈ છે ઉપરાંત ગાંધીનગરમાં કોંગ્રેસ જિલ્લા પ્રમુખ સૂર્યાસિંહ ડાભીની રાતેજ અટકાયત કરાઈ હતી જેઓ ને LCBએ લઈ જવાયા હતા ઉપરાંત ગાંધીનગર મહાનગર પાલિકાના વિરોધપક્ષ નેતા શૈલેન્દ્રસિંહ બિહોલા સહિત 4ની અટકાયત થઈ ચૂકી છે.
અમદાવાદ નજીક સાણંદમાં સવારે 7 વાગ્યે કેટલાક ખેડૂતોની અટકાયત કરાઈ હતી.ભરૂચના વડદલા APMC શાક માર્કેટ ચાલુ છે જ્યારે મહમદપુરા APMCની 500થી 700 દુકાનોના વેપારીઓએ બંધ માં જોડાયા છે.રાજકોટ મહિલા કોંગ્રેસ શહેર પ્રમુખ મનીષાબા વાળા સહિત 5થી 7 મહિલા કાર્યકરો ની પણ અટકાયત કરી લેવાઈ છે.રાજકોટમાં કોંગ્રેસના આગેવાનો બંધને સમર્થન આપવા દુકાન બંધ કરાવવા નીકળતા ગાયત્રીબાની અટકાયત કરી હોવાના અહેવાલો જાણવા મળી રહ્યા છે આમ સમગ્ર રાજ્ય માં 144 મી કલમ લાગુ હોવા છતાં પણ કાર્યકરો નીકળતા અટકાયત નો દૌર શરૂ થયો છે.