નવી દિલ્હી : ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ (Glenmark Pharmaceuticals)ને ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI)થી કોવિડ-19ના દર્દીઓની સારવાર માટે ફેવિપિરાવિર (Favipiravir)એન્ટીવાયરસ ટેબ્લેટના ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી મળી છે. ગ્લેનમાર્ક ફાર્માએ દાવો કર્યો છે કે ડીસીજીઆઈ પાસેથી આવી મંજૂરી મેળવનાર દેશની પ્રથમ કંપની છે.ફેવિપિરાવિર એક વાયરલ રોધી દવા છે.ઇંફ્લૂએંજા વાયરસ સામે આ દવાએ યોગ્ય પ્રતિક્રિયા બતાવી હતી.ક્લિનિકલ ટ્રાયલ મળવાના સમાચારથી ગુરુવારે વેપાર દરમિયાન ગ્લેનમાર્કના શેરમાં 9 ટકાની તેજી જોવા મળી હતી.
કંપનીએ એક નિવેદનમાં કહ્યું છે કે તેણે દવા માટે કાચો માલ (API)આંતરિક રીતે તૈયાર કર્યો છે.તેના યૌગિક (ફોર્મુલેશન) પણ તેણે જ વિકસિત કર્યા છે.કંપનીએ તેના માનવીય ચિકિત્સકીય પરિક્ષણની મંજૂરી માંગી હતી.આ મંજૂરી કોરોના વાયરસથી આંશિક રીતે સંક્રમિત દર્દીઓ પર પરિક્ષણ કરવા માટે માંગી હતી.
ચીનને ‘નફરત’ની નજરથી જોઈ રહી છે દુનિયા, ભારત માટે આ આર્થિક તક છે.નીતિન ગડકરી કંપનીએ કહ્યું કે કોરોના વાયરસના દર્દીઓ પર દવા પરિક્ષણ માટે નિયામકીય મંજૂરી મેળવનાર દેશની પ્રથમ કંપની છે.ફેવિપિરાવિર એક વાયરલ રોધી દવા છે.ઇંફ્લૂએંજા વાયરસ સામે આ દવાએ યોગ્ય પ્રતિક્રિયા બતાવી હતી.જાપાનમાં ઇંફ્લૂએંજા વાયરસની સારવાર માટે આ દવાના ઉપયોગની મંજૂરી છે.
નિયમોના મતે કંપની આંશિક રીતે કોરોના વાયરસથી સંક્રમિત ખાસ 150 દર્દીઓ પર તેનું પરિક્ષણ કરશે.દર્દી પર પરિક્ષણના ગાળો 14 દિવસથી વધારે હોય નહીં.આ માટે બધા અધ્યયન માટે ગાળો 28 દિવસથી વધારે હોઈ શકે નહીં.છેલ્લા કેટલાક મહિનામાં ચીન, જાપાન અને અમેરિકામાં કોરોના વાયરસના દર્દી પર આ પ્રકારના ઘણા પ્રાયોગિક પરિક્ષણ કરવામાં આવ્યા છે.

