નવી દિલ્હી : ભારતીય અર્થવ્યવસ્થામાં મંદીનો તબક્કો કોરોના સંકટ પહેલાથી ચાલી રહ્યો હતો,ત્યાર બાદ કોવિડ-19નાં પ્રકોપથી સ્થિતિ અત્યંત ખરાબ થઇ રહી છે,ભારતમાં મંદીનો તબક્કો આ વર્ષનાં અંત સુધી ચાલું રહેશે, આશા વ્યક્ત કરવામાં આવી રહી છે,કે આગામી વર્ષ 2021ની શરૂઆતનાં મહિનામાં દેશમાં મંદીની અસર ઓછી થવાની શરૂઆત થશે,રોયટર્સનાં પોલ મુજબ દેશમાં કોરોના વાયરસ પ્રકોપનાં કારણે વપરાશ અને કારોબારી પ્રવૃતીઓમાં ઘટાડોનાં કારણે હાલત ખરાબ થતી ગઇ.
વડાપ્રધાન મોદીની સરકાર કોરોના સંકટનાં કારણે ખરાબ થયેલી આર્થિક સ્થિતીને સુધારવા માટે 20 લાખ કરોડ રૂપિયાનાં પ્રોત્સાહન પેકેજની ઘોષણા કરી ચુકી છે. ત્યાં જ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા માર્ચથી અત્યાર સુધી વ્યાજ દરોમાં 1.15 ટકા એટલે કે 115 બેઝીસ પોઇન્ટનો ઘટાડો કરી ચુકી છે.એવામાં સ્પષ્ટ છે કે દેશની અર્થવ્યવસ્થાને વૈશ્વિક મહામારીનાં કારણે સર્જાયેલી પરિસ્થિતીથી બચાવવા માટે સરકારે હજુ પણ ઘણું કરવું પડશે.
ભારતમાં આ સમયે દુનિયાનાં કોઇ પણ દેશની તુલનામાં ઘણી ઝડપથી સંક્રમણ ફેલાઇ રહ્યું છે, અત્યાર સુધી દેશમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 33 લાખથી વધું નોંધાઇ ચુકી છે.તેમાંથી 60 હજારથી પણ વધું લોકોનાં મોત થયા છે,આ સમયે કરોડો લોકો સંક્રમણની ઝપટમાં આવવાથી બચવા માટે પોતાના ઘરોમાં કેદ છે, દુનિયાની સૌથી વધું વસ્તી ધરાવતા દેશમાં લાખો લોકોની નોકરી ગઇ છે,ત્યાં જ કરોડો લોકોનો રોજગાર ઠપ થઇ ચુક્યો છે.
આઇએનજીમાં સિનિયર ઇકોનોમિસ્ટ પ્રકાશ સકપાલનું કહેવું છે કે આ સંકટની સૌથી ઓછી અસર થઇ શકે છે,પરંતું આ ત્રિમાસિક દરમિયાન તેજીથી ફેલાયેલા સંક્રમણનાં નવા કેસનાં આધારે એવું કહી શકાય છે કે કેટલાક મહિનામાં દેશની અર્થવ્યવસ્થા ઉંચી આવવાની કોઇ શક્યતા નથી,પબ્લિક ફાયનાન્સ અને વધતી મોંઘવારી,મેક્રો પોલિસીમાં રોડું બની શકે છે.તેનો સીધો મતલબ એ છે કે અર્થવ્યવસ્થાને આ વર્ષનાં વધેલા સમયમાં ઉભરવા માટે ઉઠાવવામાં આવેલા પગલા અપુરતા હશે.
કોવિડ-19નાં ફેલાવાને રોકવા માટે લગાવવામાં આવેલા લોકડાઉનનાં કારણે છેલ્લા ત્રિમાસિકમાં બિઝનેશ પ્રવૃતીઓ સંપુર્ણ રીતે ઠપ થઇ ગઇ,રોયટર્સે 50 જાણીતી અર્થશાસ્ત્રીઓ પાસેથી મેળવેલા અભિપ્રાયને આધારે કરેલા પોલનાં મુજબ છેલ્લા ત્રિમાસિક દરમિયાન ભારતીય અર્થતંત્ર 18.3 ટકા ઘટી શકે છે,જો કે આ પહેલાનાં પોલમાં 20 ટકાની તુલનાંમાં સ્થિતી ઘણી સારી છે,તેમ છતા પણ આ 1990નાં મધ્યમાં શરૂ થયેલા ત્રિમાસિક ડેટા માટે સત્તાવાર રિપોર્ટિંગ જોતા આ અત્યાર સુધીની સૌથી નીચો દર હશે.


