નવી દિલ્હી : અમેરિકી કોંગ્રેસ દ્વારા રચાયેલા અર્ધન્યાયિક નિગમ યુએસ કમિશન ફોર ઇંટરનેશનલ રીલીજીયસ ફ્રિડમ (USCIRF) દ્વારા સોમવાર ૨૫ એપ્રિલે પ્રસિદ્ધ કરેલા એક રિપોર્ટમાં ભારતને ધાર્મિક સ્વતંત્રતાના સંદર્ભે વિશેષ ચિંતાજનક દેશ પૈકીના એક દેશ તરીકે જણાવ્યો છે.તેમાં પ્રમુખ જો બાયડનના વહીવટી તંત્રે ભારતને ચીન, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને અન્ય ૧૧ દેશોની ધાર્મિક સ્વતંત્રતા સંબંધે ખાસ ચિંતાજનક દેશોની યાદીમાં મુકવામાં આવ્યું છે.જો કે અમેરિકી સરકાર આ સૂચન સ્વીકારવા માટે બંધાયેલી નથી તે અલગ વાત છે.પરંતુ ફાઉન્ડેશન ફોર ઇંડિયા એન્ડ ઇંડિયન ડાયસ્પોરી સ્ટડીઝ (FIIDS) ના સભ્ય ખંડેરાવ કંડે સીધો જ આક્ષેપ કરતાં કહ્યું છે કે તે રિપોર્ટ સંપૂર્ણ રીતે પક્ષપાત ભરેલો છે.તેમણે કહ્યું હતું કે ભારતના સીટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ (CAA) પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાંથી આવેલા શરણાર્થીઓને નાગરિકત્વ આપે છે કે જે નાગરિકો ધાર્મિક કારણોસર જ દેશ છોડી ભારતમાં આશ્રય લેવો પડયો છે.જયારે ગ્લોબલ કાશ્મીરી પંડિત ડાયસ્પોરાના સ્થાપક સભ્ય જીવન ઝૂન્સીએ કહ્યું હતું કે તે હકીકત જ નિરાશાજનક છે કે જેમાં કાશ્મીરના મુસલમાનોની વાત કરાઇ છે પરંતુ કાશ્મીરી પંડિતોની મુશ્કેલીઓની તદ્દન ઉપેક્ષા જ કરાઇ છે.વાસ્તવમાં તેઓ આતંકવાદથી પીડીત હતા પરંતુ સંવિધાનની કલમ ૩૭૦ દૂર કરાયા પછી સ્થિતિ થોડી સુધરી છે.