ન્યુ દિલ્હી : વિઝા મામલે ભારત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.જે મુજબ ટુરિસ્ટ વિઝા સિવાયના તમામ વિઝા ઉપરનો પ્રતિબંધ દૂર કરી દીધો છે.તથા તમામ વિદેશી નાગરિકોને ભારતમાં આવવા માટે મંજૂરી આપી દીધી છે.
OCI તથા PIO કાર્ડધારકો પણ હવે ભારત આવી શકશે.સારવાર કરાવવા માટે આવવા ઇચ્છુક વ્યક્તિઓએ મેડિકલ વિઝા માટે અરજી કરવાની રહેશે .
ઉલ્લેખનીય છે કે માર્ચ માસમાં લોકડાઉન દરમિયાન વિદેશી નાગરિકો માટે ભારતમાં પ્રવેશ બંધી કરાઈ હતી.

