By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ભારત સહિત ૧૫ મોટા દેશોને કોરોના ૩૪.૮ કરોડ ડોલરનો ચૂનો ચોપડશે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Business > ભારત સહિત ૧૫ મોટા દેશોને કોરોના ૩૪.૮ કરોડ ડોલરનો ચૂનો ચોપડશે
BusinessGeneralInternational

ભારત સહિત ૧૫ મોટા દેશોને કોરોના ૩૪.૮ કરોડ ડોલરનો ચૂનો ચોપડશે

HM News
Last updated: 21/03/2020 11:14 AM
HM News
5 years ago
Share
SHARE

અમેરિકા, ચીન, દક્ષિણ કોરિયા, વિયેતનામ સહિતા દેશો ભીષણ મંદીની ઝપટે ચડયા

દુનિયાભરમાં ઝડપથી ફેલાઈ રહેલા ઘાતક કોરોના વાયરસે વૈશ્ર્વિક અર્થવ્યવસ્થાને ખરાબ રીતે પ્રભાવિત કરી દીધી છે. વાયરસને કારણે ભારત સહિત દુનિયાના ટોચના ૧૫ દેશોને અબજો ડોલરનું નુકસાન ગયું છે. સંયુકત રાષ્ટ્ર્રના એક રિપોર્ટ અનુસાર કોરોના વાયરસને કારણે ભારતના વ્યાપાર ઉપર અંદાજે ૩૪.૮ કરોડ ડોલરની અસર પડી શકે છે.
રિપોર્ટમાં વધુ જણાવ્યાનુસાર દુનિયાભરમાં સૌથી વધુ નુકસાન ચીને ઉઠાવવું પડશે. ચીનની વૈશ્ર્વિક નિકાસ ઉપર ૫૦ અબજ ડોલરથી વધુનો ઘટાડો થઈ શકે છે. કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત સેકટરોમાં મશીનરી, મોટર વાહન અને સંચાર ઉપકરણ સમાવિષ્ટ્ર છે. દુનિયાની જે અર્થવ્યવસ્થાઓ સૌથી વધુ પ્રભાવિત થઈ છે તેમાં યુરોપીય સઘં (૧૫.૬ અબજ ડોલર), સંયુકત રાય અમેરિકા (૫.૮ અબજ ડોલર), જાપાન (૫.૨ અબજ), દક્ષિણ કોરિયા (૩.૮ અબજ ડોલર), ચીનના તાઈવાન પ્રાંત (૨.૬ અબજ ડોલર) અને વિયેતનામ (૨.૩ અબજ ડોલર)નો સમાવેશ થાય છે. કોરોનાને કારણે વૈશ્ર્વિક જીડીપીમાં ૫૦ બેઝીસ પોઈન્ટ રહેવાનું અનુમાન વ્યકત કરાયું છે.
એશિટન ડેવલપમેન્ટ બેન્કે જણાવ્યું છે કે કોરોનાની વિકાસશીલ એશિયન અર્થવ્યવસ્થા ઉપર વ્યાપક અસર થશે. સીઆઈઆઈના જણાવ્યા અનુસાર ચીન ભારતના મુખ્ય ૨૦ ટકા સામાનોની ૪૩ ટકા આયાત કરે છે જેમાં મોબાઈલ હેન્ડસેટ ૭.૨ અબજ ડોલર, કોમ્પ્યુટર અને પાર્ટસ ૩ અબજ ડોલર અને અન્ય વસ્તુઓની આયાત ૧.૫ અબજ ડોલરની થાય છે. કોરોનાને પગલે ચીનની અર્થવ્યવસ્થા ખરાબ રીતે પ્રભાવિત થવાથી ભારત ઉપર તેની વ્યાપક અસર જોવા મળશે.

લોકડાઉન તોડવાની વિચિત્ર સજા, પોલીસે બાળકોનુ નગ્ન હાલતમાં સરઘસ કાઢ્યુ
છ સરકારી મેડિકલ કોલેજના એક હજાર તબીબો આજથી ઇમરજન્સી સવાઓ પણ બંધ કરી દેશે
MSMEને 3 લાખ કરોડ રૂપિયાની લોન આપવામાં આવશે
વીજ વિતરણ કંપનીઓની ઉત્પાદકોને 92,693 કરોડની ચૂકવણી બાકી
૧૯ લોકોનો જીવ લેનારી હોનારતમાં પાંચ જણનો થયો ચમત્કારિક બચાવ
Share This Article
Facebook Email Print
Previous Article કોરોનાનાં તાંડવથી દુનિયાનાં ફક્ત 10 દેશ જ બચ્યા છે, 185 દેશોમાં હાહાકાર
Next Article કોરોનાએ વેપાર અને ઉદ્યોગ જગતને પણ ન છોડ્યું, વેપારીઓને ભારે ભરખમ નુકસાન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up