– માહિતી અને પ્રસારણ મંત્રાલયે પહેલી વખત વિશેષાધિકારનો ઉપયોગ કર્યો
– વીસમાંથી 15 યુ-ટયુબ ચેનલો પાકિસ્તાનની માલિકીની હતી અને આઇએસઆઇના ઇશારે પ્રોપગેન્ડા ફેલાવી રહી હતી
– આ ચેનલ અને વેબસાઇટ કથિત રીતે પાકિસ્તાનથી સંચાલિત થતા હતા અને ભારત વિરોધી પ્રોપગેન્ડા ફેલાવતા હતા
નવી દિલ્હી : માહિતી અને પ્રસારણ મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું કે તેણે ગુપ્તર એજન્સીઓના સંકલિત પ્રયત્નો પર ખાસ નજર રાખ્યા પછી ભારત સામે પ્રોપગેન્ડા અને ફેક ન્યૂઝ ફેલાવતી ૨૦ યુ ટયુબ ચેનલ અને બે વેબસાઇટ પર પ્રતિબંધ જ મૂકી દીધો હતો.પહેલી વખત આઇટી એક્ટમાં સમાવાયેલી માર્ગદર્શિકાઓના આધારે તેના પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.તેની સાથે બે ચેનલોને પ્રતિબંધિત કરવામાં આવી છે.
માહિતી અને સૂચના તેમજ પ્રસારણ મંત્રાલયના સચિવ અપૂર્વ ચંદ્રાએ યુ ટયુબ અને ટેલિકોમ વિભાગને લખ્યું હતું કે આ કન્ટેન્ટને તાત્કાલિક અસરથી અટકાવવામાં આવે, તેને બ્લોક કરાય.તે ભારતના સાર્વભૌમત્વ અને અખંડિતતાને પ્રભાવિત કરે છે. અધિકારીઓના જણાવ્યા મુજબ પાકિસ્તાનની ઇન્ટર સર્વિસ ઇન્ટેલિજન્સની મદદથી આ પ્રોપગેન્ડા ચલાવવામાં આવી રહ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તેમા નયા પાકિસ્તાન નામની એક યુ ટયુબ ચેનલ હતી.તેના યુ-ટયુબ પર વીસ લાખથી વધારે સબસ્ક્રાઇબર હતા.આ ચેનલ કાશ્મીર,કૃષિ કાયદા સામે ખેડૂતોનો વિરોધ અને અયોધ્યા જેવા મુદ્દા પર ખોટા સમાચારો ફેલાવતું હતું.તેના કન્ટેન્ટને લઈને સલામતી એજન્સીઓએ ચકાસણી કરી હતી.તેના પછી માહિતી અને પ્રસારણ મંત્રાલયે તપાસ કરી હતી.એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આ પહેલી વખત છે કે આઇટી નિયમ 2021 હેઠળ વિશેષાધિકારનો ઉપયોગ કરીને ભારત વિરોધી પ્રોપગેન્ડા ફેલાવતી વેબસાઇટ્સ પર પ્રતિબંધ લગાવાયો છે.આ વેબસાઇટ અને ચેનલો પાકિસ્તાનથી ચલાવાતા હતા.ભારત દ્વારા પ્રતિબંધિત કરાયેલી યુ ટયુબ ચેનલોમાં 15ની માલિકી પાકિસ્તાન પાસે છે.સૂચના અને પ્રસારણ મંત્રાલયની તપાસમાં સામે આવ્યું કે કેટલાક વિડીયો કલમ 370 નાબૂદી,વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કાશ્મીર તરફ વધી રહેલા તાલિબાનના લડાકુઓને લઈને હતા.