ન્યુ દિલ્હી,તા.૨૧
હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચીન અને પાકિસ્તાન તરફથી સતત વધી રહેલા ખતરાને ધ્યાનમાં રાખીને ભારતીય નૌસેનાએ તેની સંરક્ષણ સજ્જતા વધારી દીધી છે. ભારત પોતાના નૌકાદળની તાકાત વધારવા માટે છ પરમાણુ સંચાલિત સબમરીન નેવીમાં સમાવિષ્ટ કરવાની તૈયારી કરી રહ્યું છે. અંદાજે ૧.૨ લાખ કરોડના આ સોદાને સરકાર ટૂંક સમયમાં મંજૂરી આપી શકે તેમ છે.
એક અહેવાલ મુજબ, આ પ્રોજેક્ટમાં નેવી માટે છ પરમાણુ સંચાલિત સબમરીન બનાવવામાં આવશે. જે પરંપરાગત શસ્ત્રો જેવા કે ટોર્પિડોઝ અને મિસાઇલોથી સજ્જ હશે. આ સબમરીનથી પરમાણુ મિસાઇલો છોડવામાં આવશે કે કેમ તે હજી સ્પષ્ટ કરવામાં આવ્યું નથી.નથી.
ડીઆરડીઓનાં સૂત્રોના જણાવ્યાં અનુસાર, જો આ બધું પૂર્વનિર્ધારિત યોજના પ્રમાણે ચાલે તો આગામી ૧૦ વર્ષમાં આ પરમાણુ સંચાલિત સબમરીન ભારતીય નેવીમાં જોડાશે. આ પ્રોજેક્ટનો પ્રારંભિક ડિઝાઇન તબક્કો સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો છે. ડીઆરડીઓના સહયોગથી નૌકા ડિરેક્ટોરેટ ડિરેક્ટોરેટ હવે આ સબમરીનની જટિલ અને વિગતવાર ડિઝાઇન તૈયાર કરવાની તૈયારી કરી રહ્યું છે.
૨૦૧૫ માં, મોદી સરકારે ભારતીય નૌકાદળ માટેના બાકી પ્રોજેક્ટને આગળ ધપાવતા છ પરમાણુ સંચાલિત એટેક સબમરીન (એસએસએન) બનાવવાની મંજૂરી આપી હતી. આ સબમરીન દક્ષિણ ભારતમાં વિશાખાપટ્ટનમના શિપબિલ્ડીંગ સેન્ટરમાં બનાવવામાં આવશે. જો કે, અરિહંત વર્ગની બીજી સબમરીન અહીં પહેલેથી જ બનાવવામાં આવી રહી છે.
ભારતીય નૌકાદળ હાલમાં આઈએનએસ અરિહંત અને આઈએનએસ ચક્ર સાથે પરમાણુ ઉર્જા સંચાલિત કુલ ૧૫ સબમરીન ચલાવે છે. આઈએનએસ ચક્રને રશિયા તરફથી ૧૦ વર્ષની લીઝ પર લેવામાં આવ્યો છે જ્યારે અરિહંત સબમરીન ભારતમાં બનાવવામાં આવી છે. આ બંને સબમરીન પરમાણુ મિસાઇલ હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે.
આ પ્રોજેક્ટમાં ભારત પાસે અરિહંતના નિર્માણથી સંબંધિત અનુભવ હશે. આ એસએસએન વર્ગ સબમરીન ખૂબ ઉંડે સુધી ઉતરવામાં સમર્થ હશે. જ્યારે તેમનો સોનાર અને રડાર પહેલાં કરતાં વધુ અદ્યતન હશે. આ સબમરીન ઉર્જા ઉત્પન્ન કરવા માટે નવા તકનીકી પરમાણુ રિએક્ટરથી સજ્જ હશે.
ભારત હિંદ મહાસાગરમાં છ નવી પરમાણુ સબમરીન શામેલ કરશે
Leave a Comment