પતિ-પત્ની વચ્ચેના ઝઘડાનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે.જ્યાં એક પતિએ પત્નીને બર્થ ડિશ ન કર્યુ તો,પત્ની એટલી નારાજ થઈ ગઈ કે,તેને પતિ સાથે રહેવાનો ઈન્કાર કરી દીધો.પતિ હાથ જોડીને મનાવતો રહ્યો પણ પત્નીએ તેની એક વાત ન સાંભળી, થાકી હારીને આખરે કાઉન્સિલરે આગળની તારીખ આપી છે.
ફેમિલી કોર્ટમાં આવા કેટલાય કિસ્સાઓ આવતા હોય છે.જ્યાં ઉચ્ચ શિક્ષિત ઘરોમાંથી તો આવે છે,પણ ઝઘડાના કારણ એવા હોય છે.જે સાંભળીને કાઉન્સિલર પણ પરેશાન થઈ જાય છે.આવો જ એક મામલો સામે આવ્યો છે.હકીકતમાં જોઈએ તો, આગરાની એક મહિલાના લગ્ન ત્રણ વર્ષ પહેલા કોલેજના અકાઉન્ટંટ સાથે થયા હતા.પત્ની પણ ભણેલી ગણેલી હતી અને પીએચડી કરી રહી હતી.જો કે, લગ્નના થોડા અઠવાડીયા બાદ બંને વચ્ચે ઝઘડાઓ શરૂ થયા.
હકીકતમાં પતિની ભૂલ એ હતી કે, કોઈ પણ કામ માતા-પિતાને પૂછ્યા વગર કરતો નહોતો. જેને લઈને પતિ-પત્ની વચ્ચે વારંવાર ઝઘડા થતાં હતાં.તો વળી પત્નીનું કહેવુ હતું કે, દરેક વાત પૂછીને કરવી જરૂરી છે.આ વિવાદ ચાલી જ રહ્યો હતો,ત્યાં વળી પત્નીનો બર્થ ડે વિશ કરવાનું પતિ ભૂલી ગયો.પછી તો શું પત્નીએ આખુ ગામ માથે લીધું.એક પછી એક બધી પતિના બધા વાંકગુનાનું લિસ્ટ લઈને ફેમિલી કોર્ટમાં પહોંચી ગઈ.કાઉંસલિંગ માટે પરિવાર પરામર્શ કેન્દ્ર પહોંચેલા પતિ-પત્નીનો વિવાદ હાલ ઉકેલી શકાય તેમ નથી.એના માટે વધારે સમય જોઈશે.એટલા માટે તેમને બીજી આગળની તારીખ આપવામાં આવી છે.