By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ભારે થઇ ! સ્લીપ નાખવા આવેલા ભાજપનાં કાર્યકરને કોંગી ઉમેદવારના પરિવારે ધોઈ નાંખ્યો !!
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ભારે થઇ ! સ્લીપ નાખવા આવેલા ભાજપનાં કાર્યકરને કોંગી ઉમેદવારના પરિવારે ધોઈ નાંખ્યો !!
GeneralGujarat NowPolitics

ભારે થઇ ! સ્લીપ નાખવા આવેલા ભાજપનાં કાર્યકરને કોંગી ઉમેદવારના પરિવારે ધોઈ નાંખ્યો !!

HM News
Last updated: 18/02/2021 8:04 AM
HM News
4 years ago
Share
SHARE

– જૂનાગઢનાં વોર્ડ નં.૧૫નો બનાવ: કોંગી ઉમેદવારનાં બે પુત્રો, એક પુત્રી સહિત ચાર સામે પોલીસ ફરિયાદ

જુનાગઢ મનપાની વોર્ડ નં. ૧૫ ની ચૂંટણીને લઈને વાતાવરણ ગરમાયું છે,ત્યારે પક્ષની સ્લીપ વહેંચવા બાબતે ભાજપના કાર્યકરને કોંગ્રેસના ઉમેદવારના બે પુત્રો અને પુત્રી સહિત ૪ શખસોએ ઢીકા પાટુનો માર મારી,પોલીસને પણ ઇજા કરી હોવાની બબાલ પોલીસ દફતરે નોંધાઇ છે.

પોલીસ માંથી પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના પ્રદીપ સીનેમા પાછળ વીર મેઘમાયાનગરમાં રહેતા સંજયભાઈ સુરેશભાઈ ઉર્ફે દુલાભાઈ સોલંકી ભાજપ પક્ષની સ્લીપ વહેચવા માટે વોર્ડ નં ૧૫ મા જતા, ધર્મેશ ઉર્ફે ધમો લાખાભાઈ પરમાર,રણજીત ઉર્ફે રાવણ લાખાભાઈ પરમાર,રણજીતનો છોકરો મલ્લો અને શાકમાર્કેટ માં રહેતા ધર્મેશના બહેન એ અમારા વિસ્તારમા કેમ આવ્યા છો તેમ કહી ગડદા પાટૂનો મારમારી,ગાળો બોલી તથા પોલીસને ઇજા કરી એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા બાબતની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.ઉલ્લેખનીય છે કે ચૂંટણીને લઇને મતદાન જેમ નજીક આવે તેમ ગરમા ગરમી જોવા મળતી હોય છે.પરંતુ જૂનાગઢમાં તો હદ થઇ છે.ઉમેદવારના પરિવારે સામા પક્ષના કાર્યકર ઉપર હુમલો કરી દેતા પરિવારે ભારે ચકચાર જાગી છે.આ બનાવને પગલે સામા પક્ષમાં ભારે રોષ યુવર્તી રહ્યો છે.

સિનિયર નેતાઓએ પણ આ મામલે મૌન તોડીને જણાવ્યુ છે કે ચુંટણીમાં ખેલદીલી સૌપ્રથમ હોવી જ જોઇએ.હાર હોય કે જીત તેને પચાવવાની શક્તિ હોવી જરૂરી છે. બંને પક્ષોએ પોતપોતાની શક્તિ હોવી જરૂરી છે.બંને પક્ષોએ પોતપોતાના દાયરામાં રહીને પ્રચાર કરવાનો હોય છે.આ બનાવ દુ:ખદ છે.કાર્યકરો કે અગ્રણીઓને આ પ્રકારની કૃત્ય શોભા દેતુ નથી.

મહુવાના તરસાડીના ખેતરમાંથી દારૂ ઝડપાયો
મુંબઇ : જસલોક હોસ્પિટલમાં સ્ટાફનાં 21 જણ કોરોના પૉઝિટીવ
ચીનમાં કોરોના વધતાં આખરે એશિયન ગેમ્સ-૨૦૨૨ સ્થગિત
રાજ્ય પોલીસ તંત્રમાં ૩૧ ઈન્ટેલિજન્સ ઓફિસરોની બઢતી-બદલીનો આદેશ
ચંડીગઢ કોર્પોરેશન ચૂંટણી પરિણામ : આપની જીત સાથે ધમાકેદાર એન્ટ્રી, ભાજપની હાર
Share This Article
Facebook Email Print
Previous Article ભાજપના MLA મધુ શ્રીવાસ્તવની ડાગળી ચસ્કી ?, કહ્યું- ‘પોલીસ, કલેક્ટર મારા ખિસ્સામાં છે’
Next Article પૂર્વ CJI રંજન ગોગોઈ સામેનો યૌન શોષણનો મામલો સુપ્રીમ કોર્ટે કર્યો બંધ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up