ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં પથ્થરો પણ પડી રહ્યા છે જેના કારણે હાઇવે પર મુસાફરી કરવી સેફ નથી ઉત્તરાખંડમાં સોનપ્રયાગથી આગળના માર્ગમાં ભારે વરસાદને કારણે યાત્રાળુઓની સુરક્ષા માટે કેદારનાથ યાત્રાને વધુ એક વખત રોકવામાં આવી છે.રુદ્રપ્રયાગ જિલ્લા વહીવટી તંત્રે ગઈ કાલે આ જાણકારી આપી હતી.ભારે વરસાદને કારણે કેદારનાથ હાઇવે પર પણ યાત્રા કરવી મુશ્કેલ થઈ ગયું છે. કેદારનાથ ધામ સહિત સમગ્ર રુદ્રપ્રયાગ જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે.ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં પથ્થરો પણ પડી રહ્યા છે જેના કારણે હાઇવે પર મુસાફરી કરવી સેફ નથી.

