– 14 આરોપી સામે 8,251 પેજની ચાર્જશીટ દાખલ
– જરૂરિયાતમંદ લોકોના ડોક્યુમેન્ટ મેળવી બોગસ પેઢી બનાવી
– 25 પેઢીમાં કૌભાંડ આચરી 123 કરોડની કરચોરી કરી
ભાવનગરના પાલીતાણા,નીલમબાગ અને અમરેલીમાં બોગસ પેઢીઓ બનાવી બોગસ બિલિંગનું કૌભાંડ આચરવાના જુદા જુદા ચાર ગુના નોંધાયા હતા.જેની તપાસ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે હાથ ધરી નિલમબાગ પોલીસ મથકના ગુનામાં 14 આરોપીઓ સામે 8,251 પાનાનું ચાર્જશીટ રજૂ કર્યુ હતું.
જરૂરિયાતમંદ લોકોના ડોક્યુમેન્ટ મેળવી બોગસ પેઢી બનાવી
આરોપીઓએ 436 બોગસ પેઢીઓ બનાવી હતી. જે પૈકીની 125 પેઢીઓમાં કૌભાંડ કરી રૂ.881 કરોડનો સરકારને ધુંબો મારી 123 કરોડની કરચોરી કરી હતી.જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લામાં અશિક્ષિત અને ગરીબ માણસો પાસેથી આધારકાર્ડ તથા પાનકાર્ડ મેળવી તે ડોકયુમેન્ટોનો ઉપયોગ કરી આધારકાર્ડમાંથી નવું સિમકાર્ડ ખરીદતા હતા.બાદમાં આધાર કેન્દ્રમાં જઇ માણસોના આધારકાર્ડમાં નવો મોબાઇલ નંબર અપડેટ કરાવતા હતા.
25 પેઢીમાં કૌભાંડ આચરી 123 કરોડની કરચોરી કરી
જીએસટીની વેબસાઇટ ઉપરથી અન્ય લોકોના નામે નવો જીએસટી રજિસ્ટ્રેશન કરાવી એક બોગસ પેઢી બનાવતા હતા.તેનો ખોટી રીતે જીએસટી નંબર મેળવી તેની ઉપર બોગસ બીલીંગનું કામ કરી સરકારને ભરવાના ટેક્ષના નાણાંની ઉચાપત આ બોગસ પેઢીઓ થકી કરતા હતા.આ બાબતે પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં એક તથા નિલમબાગ પોલીસ સ્ટેશનમાં બે તથા અમરેલી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક ગુનો મળી ચાર ગુના બાબતે ગુનાઓ દાખલ કરવામાં આવ્યા હતા.