ભાવનગર : ધો.૧૨ પછી આગળના અભ્યાસક્રમ માટે ગુજકેટ પરીક્ષા લેવાય છે.ગઇ તા.૧૮-૪ના રોજ રોજ લેવાયેલ પરીક્ષા બાદ તા.૧૨-૫ના રોજ પરિણામ ઓનલાઇન માધ્યમથી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવશે.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માર્ચ-એપ્રિલ ૨૦૨૨માં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધો.૧૨ (વિજ્ઞાાન પ્રવાહ) અને ગુજકેટ-૨૦૨૨નું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ પર તા.૧૨-૫ના રોજ સવારના ૧૦ કલાકે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક એન્ટર કરી મેળવી શકશે.વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર અને એસ.આર. શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે.પરીક્ષા બાદ ગુણ ચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા, ગુ્રપ સુધારા, ગુણ તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુનઃ ઉપસ્થિત થવા માટેની જરૂરી સુચનાઓ અને નમુનાના નિયત ફોર્મ (પરિપત્ર) ગુણપત્રક અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે.ભાવનગર જિલ્લામાંથી એ ગુ્રપમાં ૧૨૨૩, બી ગુ્રપમાં ૩૭૨૫ તો ગુજરાતી માધ્યમમાં ૪૧૦૫ અને અંગ્રેજી માધ્યમમાં ૮૪૩ મળી કુલ ૪૯૪૮ વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેનું પરિણામ જાહેર કરવામાં આવશે.જ્યારે ધો.૧૨ વિ.પ્ર.ના રેગ્યુલર અને રિપીટર મળી કુલ ૪૬૭૮ વિદ્યાર્થીનું પરિણામ પણ જાહેર કરવામાં આવશે.