વલસાડ,04 જૂન : મોહનગામ રેલવે ફાટક ને.હા.48 પર મંગળવારની સવારે 9.30 કલાકે ભીલાડ પોલીસ પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન મોહનફાટકથી ને.હા.48 પર આવી રહેલી ઇનોવા કાર ને ઉભી રાખી તપાસ હાથ ધરી હતી. જેમાંથી ભારતીય બનાવટનો 7200 નો દારૂ સાથે .3 લાખ ની કાર મળી 307200નો મુદ્દા માલ મળી આવ્યો હતો. કાર ચાલક દિલીપ શાંતીલાલ હડપતિ દારૂ અંગે પાસ પરમીટ રજૂ ન કરતા ભીલાડ પોલીસે ગુનો દાખલ કર્યો છે.


