નવી દિલ્હી તા.12 : ભુતકાળમાં ચૂંટણી કામગીરીમાં બેદરકાર રહેલા અધિકારીઓને નવી ચૂંટણીમાં જવાબદાર નહીં સોંપવાનો આદેશ ચૂંટણી પંચે આપ્યો છે.દેશના પાંચ રાજયો આસામ,કેરળ,પશ્ર્ચીમ બંગાળ,તામીલનાડુ તથા પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણી માટે પંચ તૈયારીઓને આખરી ઓપ આપી જ રહ્યું છે.રાજયોને મુખ્ય સચિવોને પાઠવેલી માર્ગદર્શિકામાં ચૂંટણી પંચે એમ કહ્યું છે કે ભૂતકાળની ચૂંટણીમાં બેદરકારી સાબીત થઈ હોય તેવા ઉપરાંત જેઓ સામે અશિસ્તની કાર્યવાહી કરવામાં આવી હોય તેવા અધિકારીઓને પણ ચૂંટણી જવાબદારી નહીં સોંપવા કહેવાયું છે.આ સિવાય આવતા છ મહિનામાં નિવૃત થતા અધિકારીઓને પણ ચૂંટણી ફરજમાંથી મુક્તિ આપવાનું સૂચવ્યું છે.

