નવી દિલ્હી : ભારત સરકારે મંગળવારે 59 ચાઈનીઝ એપને બેન કરવાનો મહત્વનો નિર્ણય લીધો હતો.જેમાં ટિકટોક પણ સામેલ છે.આ વચ્ચે ભારતના ભૂતપૂર્વ એટર્ની જનરલ મુકુલ રોહતગીએ ટિકટોકનો કેસ લડવાથી ઈનકાર કરી દીધો છે.તેમણે જણાવ્યું છે કે,ચાઈનીઝ એપ માટે ભારત સરકારની વિરુદ્ધ જઈશ નહીં.
અગાઉ મંગળવારે સરકારે તમામ ઈન્ટરનેટ સેવા પ્રદાન કરતી કંપનીઓને 59 ચાઈનીઝ મોબાઈલ એપ પર તાત્કાલિક રોક લગાવવાના આદેશ જાહેર કર્યા હતા. સરકારે જાહેર કરેલી પહેલી યાદીમાં 35 એપના નામ છે જ્યારે બીજી યાદીમાં 24 એપના નામ છે.
કેન્દ્ર સરકારના આદેશ બાદ ગૂગલ પ્લે અને એપલ સ્ટોરે પણ ટિકટોકને હટાવી દીધી હતી. ટિકટોક 59 એપમાં સામેલ છે જેમના પર સરકારે રોક લગાવી દીધી છે. ટિકટોકે આ મામલે જણાવ્યું છે કે,અમે કોઈપણ દેશની સાથે કોઈપણ યુઝર્સનો ડેટા શેર કરતા નથી.

