મુંબઈ : મીરા ભાયંદરના ભૂતપૂર્વ વિધાનસભ્ય નરેન્દ્ર મહોતા અને તેમની પત્નીએ થાણે કોર્ટમાં આગોતરા જામીન માટે અરજ ીકરી છે.મહારાષ્ટ્ર એન્ટિ કરપ્શન બ્યુરોએ ગયા સપ્તાહે બેહિસાબી સંપત્તિનો કેસ દાખલ કર્યો હતો.નવઘર પોલીસ સ્ટેશન ખાતેના એસીબી થાણેની ફરિયાદ અનુસાર મહેતાની મલકત આવકના જાણીતા સ્રોત કરતાં ઓછામાં ઓછી ૮.૨૫ કરોડ વધુ છે.આ આંકડો તેઓ જાન્યુઆરી ૨૦૦૬ અને ઓગસ્ટ ૨૦૧૫ દરમ્યાન નગરસેવક અને વિધાનસભ્ય હતા ત્યારે તેમની આવકના જાણીતાસ્રોત કરતાં વધુ હોવાનો દાવો કરાયો છે.એસીબીએ ફરિયાદમાં મહેતાની પત્ની સુમનને કથિત પ્રરકબળ તરીકે દર્શાવી છે.આગોતરા અરજીમાં મહેતા દંપતીઅ દાવો કર્યો હતો કે તેમની પ્રતિષ્ઠા છે અને સામાજિક કાર્યો કરે છે.ન્યા કાકાણીએ અરજી સાંભળીને પોલીસ અને એસીબી પાસેથી જવાબ મગાવીને સુનાવણી ૩૦ મે પર રાખી છે.મહેતા દંપતીએ દાવો કર્યો છે કે તેમને ખોટી રીતે ફસાવાયા છે.તપાસ એજન્સીએ તેમનું નિવેદન નોંધવા કે અવાકવેરા રિટર્ન તપાસવાની દરકાર કરી નથી.વચગાળાની રાહત માટે કોઈ આદેશ અપાયો નહોતો.


