ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે.પાર્ટીએ રાજ્યમાં 156 બેઠકો જીતી.ગુજરાતમાં કોઈપણ પક્ષનું અત્યાર સુધીનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.ભાજપની આ જીત બાદ સોમવારે ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા.ભાજપે ચૂંટણી પહેલા જ સીએમ ચહેરા તરીકે તેમના નામની જાહેરાત કરી દીધી હતી.
ગુજરાતમાં ભાજપની ઐતિહાસિક જીત બાદ બીજી વખત ભૂપેન્દ્ર પટેલની તાજપોશી થઈ હતી.ભુપેન્દ્ર પટેલે સોમવારે સીએમ તરીકે શપથ લીધા હતા,આ પહેલા ભુપેન્દ્ર પટેલે સપ્ટેમ્બર 2021માં છેલ્લી ટર્મ માટે શપથ લીધા હતા. ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત 16 ધારાસભ્યોએ પણ મંત્રી તરીકે શપથ લીધા હતા.ભૂપેન્દ્ર પટેલના શપથ ગ્રહણને મેગા શો બનાવવા માટે ભાજપે પૂરો પ્રયાસ કર્યો હતો.વડા પ્રધાન નરેન્દ્ર મોદી,સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ,ગૃહ પ્રધાન અમિત શાહ,ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો અને કેન્દ્રીય પ્રધાનો તેમના શપથ ગ્રહણમાં હાજર રહ્યા હતા.રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભૂપેન્દ્ર પટેલને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.
આ મંત્રીઓએ શપથ લીધા
કેબિનેટ મંત્રી
1- કનુભાઈ દેસાઈ
2- ઋષીકેશ પટેલ
3- રાઘવજી પટેલ
4- બળવંતસિંહ રાજપૂત
5- કુંવરજી બાવળિયા
6- મૂળુભાઈ બેરા
7- ભાનુબેન બાબરીયાથ
8- કુબેર ડીડોર.
રાજ્ય મંત્રી
9- હર્ષ સંઘવી
10- જગદીશ વિશ્વકર્મા
11- મુકેશ પટેલ
12- પુરુષોત્તમ સોલંકી
13- બચુ ભાઈ ખાબડ
14- પ્રફુલ્લ પાનસેરિયા
15- ભીખુસિંહ પરમાર
16- કુંવરજી હળપતિ
શપથ ગ્રહણ સમારોહમાં ગૃહમંત્રી અમિત શાહ,રાજનાથસિંહ,યોગી,દેવેન્દ્ર ફડણવીસ,એકનાથ શિંદે,સ્મૃતિ ઈરાની,દુષ્યંત ચૌટાલા,મહેન્દ્ર પાંડે,શિવરાજ સિંહ ચૌહાણ,વસુંધરા રાજે સિંધિયા,રઘુવર દાસ,જી કિશન રેડ્ડી,મનોહર લાલ,રાજનાથ સહિત ઘણા નેતાઓ મંચ પર હાજર રહ્યા છે.
આ 17 ધારાસભ્યોને કેબિનેટમાં સામેલ કરવાનો નિર્ણય
નવા કેબિનેટના શપથ ગ્રહણ સમારોહની આગલી રાત્રે પાર્ટી દ્વારા નક્કી કરાયેલા નામોની માહિતી ધારાસભ્યોને આપવામાં આવી છે.ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે ફોન પર આ માહિતી આપી હતી.સૂત્રોના જણાવ્યા અનુસાર કેબિનેટમાં આ 17 ધારાસભ્યોનો સમાવેશ નિશ્ચિત છે.જેમાં ભૂપેન્દ્ર પટેલ,હર્ષ સંઘવી,ઋષિકેશ પટેલ,કનુભાઈ દેસાઈ,કુંવરજીભાઈ બાવળિયા,મૂળુભાઈ બેરા,રાઘવજી પટેલ,પુરુષોત્તમભાઈ સોલંકી,બળવંતસિંહ રાજપૂત,ભાનુબેન બાબરીયા,કુબેરભાઈ ડીંડોર,બચ્ચુ ખેર,જગદીશ પંચાલ,મુકેશભાઈ પટેલ,બી. પરમાર,પ્રફુલ પાનસેરીયા,કુંવરજી હળપતિ.


