– ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ બોર્ડે ટ્વીટ કરી
– ભૂમિપૂજન પહેલાં હવનમાં હાડકાં નાખવાની કવાયત કરી
નવી દિલ્હી તા. 5 ઑગષ્ટ 2020 બુધવાર
અયોધ્યામાં આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિર માટે ભૂમિપૂજન કરવાના છે એના થોડા કલાકો પહેલાં હવનમાં હાડકાં નાખતાં હોય એમ ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ બોર્ડે સુપ્રીમ કોર્ટના અયોધ્યા વિશેના ચુકાદાને અન્યાયપૂર્ણ અને અયોગ્ય જણાવતી ટ્વીટ કરી હતી.બોર્ડે ટ્વીટર પર લખ્યું હતું કે હાગિયા સોફિયાની જેમ બાબરી મસ્જિદ કાયમ માટે મસ્જિદ સરહેશે.બહુમતી પ્રજાની તુષ્ટિ માટે મસ્જિદની જમીન પર અન્યાપૂર્ણ અને અયોગ્ય ચુકાદા દ્વારા પુનર્નિમાણ થઇ રહ્યું છે તેથી હકીકત બદલાવાની નથી.કોઇએ દુઃખી થવાની જરૂર નથી.કોઇ સ્થિતિ કાયમ રહેતી નથી.
બોર્ડના મહાસચિવ મૌલાના મોહમ્મદ વલી રહેમાનીએ કહ્યું કે અમે સદૈવ કહેતા હતા કે બાબરી મસ્જિદ કોઇ હિન્દુ મંદિર તોડીને બનાવવામાં આવી નહોતી.ખુદ સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું હતું કે 1949ના ડિસેંબરની 22મીએ મસ્જિદમાં મૂર્તિઓ મૂકવામાં આવી હતી.1992ના ડિસેંબરની છઠ્ઠીએ બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી એ એક ગેરકાયદે,ગેરબંધારણીય અને અપરાધી કૃત્ય હતું.
2019ના ડિસેંબરની 19મીએ સુપ્રીમ કોર્ટે વિવાદાસ્પદ જમીનને લગતો પોતાનો ચુકાદો આપ્યો હતો અને વિવાદિત જમીન રામલલાને આપી હતી.સરકારને કોર્ટે એવો આદેશ આપ્યો હતો કે મસ્જિદ બનાવવા માટે મુસ્લિમોને પાંચ એકર જમીન ફાળવવી.પરંતુ હવે રહી રહીને તથા ખાસ તો આજે પાંચમી ઑગષ્ટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યામાં રામ મંદિર બાંધવા માટેની જમીનની પૂજા કરવાના છે ત્યારે ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ બોર્ડે ટ્વીટ કરી હતી કે રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ અંગેનો સુપ્રીમ કોર્ટનો ચુકાદો અન્યાયપૂર્ણ અને અયોગ્ય હતો.બોર્ડે પોતાની ટ્વીટના સમર્થમાં હાગિયા સોફિયા મસ્જિદનો દાખલો ટાંક્યો હતો.જોકે આ એક પ્રકારનું અરણ્ય રુદન ગણાય.2019ના ડિસેંબરથી આજ સુધી મૌન સેવીને હવે ભૂમિપૂજનના થોડા કલાકો પહેલાં આવી ટ્વી ટ કરવાનો કશો અર્થ રહેતો નથી.