5 ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કર કમળો દ્વારા થનાર રામ મંદિર ભૂમિ પૂજન કાર્યક્રમ પહેલા જ રામલલા અબજોપતિ બની ગયા છે.દેશ દુનિયાના રામ ભક્તો સતત ટ્રસ્ટના બેન્ક એકાઉન્ટમાં પોતાની ક્ષમતા અનુસાર દાન કરી રહ્યાં છે.અયોધ્યાના ભારતીય સ્ટેટ બેન્કની સ્થાનિક શાખા અનુસાર આશા છે કે 5 ઓગસ્ટ પહેલા જ રામલલાના ખાતામાં રામભક્તો તરફથી સતત આવી રહેલા દાનના કારણે હવે તે અબજોપતિ બની ગયા છે.આ ઉપરાંત હજારોની સંખ્યામાં લોકો બેન્કને દાન કરવાની પ્રક્રિયા વિશે પૂછપરછ પણ કરી રહ્યાં છે. દાન કરનારાઓની સંખ્યા લાખોમા છે.
ફેબ્રુઆરીમાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની રચના બાદ મંદિર નિર્માણ માટે એસબીઆઇમાં ખાતુ ખોલવામાં આવ્યું હતું.જો કે તે બાદ જ દેશમાં કોરોના મહામારીના કારણે લોકડાઉન લાગુ કરવામાં આવ્યુ.તેમ છતાં રામભક્તોએ આ દરમિયાન સાડા ચાર કરોડ રૂપિયાની ધનરાશિ દાન સ્વરૂપ જમા કરાવી.આ વચ્ચે જ્યારે રામ મંદિર ભૂમિ પૂજનની તારીખ નક્કી થઇ તો તેમાં વધારો થયો.રામલલાના ખાતામાં આ તિથિના એલાન પહેલા 20 કરોડ રૂપિયા જમા હતા.
ટ્રસ્ટના કોષાધ્યક્ષ મહંત ગોવિંદ દેવ ગિરિએ જાણકારી આપતાં જણાવ્યું કે ઘણાં લોકોએ કરોડોમાં દાન આપ્યું છે.તેમાં રામકથા વાચક સંત મોરારી બાપુના આહ્વાન પર તેમના અનુયાયીઓએ ચાર દિવસમાં 18 કરોડની ધનરાશિ એકત્ર કરી છે.તેમાં ભારતમાં નિવાસ કરી રહેલા શ્રદ્ધાળુઓએ 11 કરોડનું દાન આપ્યુ છે.જે મંગળવારે રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યાં.બાકીના 7 કરોડ વિદેશી મુદ્દારના રજીસ્ટ્રેશન બાદ આવી જશે.તેમણે જણાવ્યું કે એક લાખ સુધીનું દાન ઓનલાઇન સીધુ ખાતામાં આવી રહ્યું છે.એક લાખ રાશિનું દાન કરનારાઓની સંખ્યા ખૂબ જ મોટી છે.જ્યારે તેનાથી ઓછી રકમ દાન કરનારાઓની સંખ્યા અગણિત છે.
બેન્ક સૂત્રોએ જણાવ્યા અનુસાર દાનદાતાઓમાં 60 ટકા લોકો યુવા અને ઓછી ઉંમરના વર્ગના છે કારણ કે હજારો લોકો 1101 રૂપિયા, 501 રૂપિયા, 101 રૂપિયા સુધી દાન કરી રહ્યા છે.આ ઉપરાંત તેનાથી ઓછી રકમ પણ દાન સ્વરૂપ મળી રહી છે.