મુંબઈ : કાર્તિક આર્યનની ભૂલભૂલૈયા ટૂ ઓટીટી પર રિલીઝ થઈ ગઈ છે તે પછી પણ કેટલાંય સિનેમાગૃહોમાં દેખાડવામાં આવી રહી છે અને તેની કમાણી ૧૮૪ કરોડને આંબી ગઈ છે.આ સફળતાથી ખુશ થઈને ફિલ્મના પ્રોડયૂસરને આશરે ચાર કરોડ રુપિયાની મનાતી સ્પોર્ટસ કાર ગિફ્ટ કરી છે.ફિલ્મની પ્રોડયૂસર કંપની ટી સિરીઝના માલિક ભૂષણ કુમાર દ્વારા કાર્તિકને મેકલેરેન જીટી ગિફ્ટ કરી છે.ભારતના માર્ગ પર પહેલીજ વાર આ કાર આવી છે અને કાર્તિક આર્યન તેનો પહેલો માલિક બન્યો છે.આ કારની એક્સ શો રુમ પ્રાઈઝ સવા ત્રણ કરોડ જેવી અંદાજવામાં આવે છે.કેટલાક અહેવાલો મુજબ તેની ઓન રોડ પ્રાઈઝ ચાર કરોડને પણ આંબી જાય છે.
કાર્તિકે ખુદ આ કારના ફોટા શેર કર્યા હતા અને લખ્યું હતું કે ચાઈનીઝ ખાને કે લિએ નયી ટેબલ મિલ ગઈ હૈ.મહેનત કા ફલ મીઠા હોતા હૈ સુના થા પર ઇતના બડા હોગા નહીં પતા થા.આ કેપ્શનની સાથે કાર્તિકે હવે નેક્સ્ટ ગિફ્ટ તરીકે પ્રાઈવેટ ગિફ્ટની પણ ઈચ્છા વ્યક્ત કરી છે.
દેખીતી રીતે જ હાલ અક્ષય કુમાર જેવા સ્ટાર્સની ફિલ્મો પિટાઈ રહી છે ત્યારે કાર્તિકની ફિલ્મે પોણા બસો કરોડથી વધુનો બિઝનેસ કરતાં તે સાતમા આસમાન પર છે.આ જ પ્રોડયૂસરની સોનુ કે ટીટ્ટુ કી સ્વીટી પણ અગાઉ હિટ ગઈ હતી.હવે આ પ્રોડયૂસર એક્ટર જોડીને આગામી ફિલ્મ શહઝાદેથી પણ અનેક અપેક્ષાઓ છે.નોન ફિલ્મી બેકગ્રાઊન્ડ ધરાવતો કાર્તિક પોતે મોંઘી કારોનો શોખીન છે.તેની પાસે સાડા ચાર કરોડની લેમ્બોર્ગિની ઉપરાંત ડાર્ક ગ્રીન મિની કૂપર સહિતની કારો છે.