By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ભોપાલમાં ઈમરજન્સી લેન્ડિંગ:કલકત્તાથી સુરત આવતી ઈન્ડિગોની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાઈ,રાજાભોજ એરપોર્ટ પર લેન્ડિંગ કરાયું
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > ભોપાલમાં ઈમરજન્સી લેન્ડિંગ:કલકત્તાથી સુરત આવતી ઈન્ડિગોની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાઈ,રાજાભોજ એરપોર્ટ પર લેન્ડિંગ કરાયું
GeneralSurat

ભોપાલમાં ઈમરજન્સી લેન્ડિંગ:કલકત્તાથી સુરત આવતી ઈન્ડિગોની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાઈ,રાજાભોજ એરપોર્ટ પર લેન્ડિંગ કરાયું

HM News
Last updated: 18/01/2021 4:38 AM
HM News
5 years ago
Share
SHARE

કલકત્તાથી સુરત આવતી ઈન્ડિગોની ફ્લાઈટનું ભોપાલના રાજાભોજ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી.વિમાનમાં 172 યાત્રી સવાર હતા.મળતી માહિતી પ્રમાણે,કોકપીટમાં ધુમાડાની ગંધ આવતા પાયલોટે આ નિર્ણય લીધો હતો.તમામ યાત્રીઓને વૈકલ્પિક વ્યવસ્થા કરી રવાના કરવામાં આવ્યા હતાય

રસ્તામાં ફ્લાઈટમાં ટેકનિકલી ખામી સર્જાઈ
મળતી માહિતી પ્રમાણે,સવારે ઈન્ડિગોના વિમાને કલકત્તાથી સુરત માટે ઉડાન ભરી હતી. જોકે,રસ્તામાં ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી.ભોપાલ એરપોર્ટ નજીક હોવાથી પાયલોટે ભોપાલ એર ટ્રાફિક કન્ટ્રોલ(ATC) ને સંપર્ક કર્યો હતો.વિમાનને રાજાભોજ એરપોર્ટ પર ઉતારવાની સંમતિ લીધી હતી.ત્યારબાદ વિમાનને ભોપાલમાં ઉતારવામાં આવ્યું હતું.આ ફ્લાઈટની અંદરનો એક વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે.

રવિવારે ઇન્ડિગો એરલાઇન્સની સુરત કોલકાતાની ફલાઇટના કોકપીટમાં અચાનક વાયરિંગ બળવાની ગંધ આવવા લાગી હતી.જેને કારણે પાયલોટે તરત જ ફલાઇટને ભોપાલના રાજાભોજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવી હતી.જોકે ઇમરજન્સી લેન્ડિંગથી ફલાઇટમાં બેઠેલા 178 પેસેન્જરના જીવ તાળવે ચોંટી ગયા હતા.

એરપોર્ટના સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર,ઇન્ડિગો એરલાઇન્સની 6E357 નંબરની ફલાઇટ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટથી રવિવારે 178 પેસેન્જરોને બેસાડી સવારે 10ઃ54 કલાકે ટેકઓફ થઈ હતી.તેવામાં જ ફલાઇટ મધ્યપ્રદેશના હોશંગાબાદ પાસે પહોંચી કે અચાનક જ પાયલોટને કોકપીટમાં વાયરિંગ બળવાની ગંધ આવી હતી.જેથી તેણે ઇમરજન્સી લેન્ડિંગ કરવા માટે નજીકના ભોપાલના રાજાભોજ ઇન્ટરનેશનલ એરપોર્ટના એટીસી ટાવર પાસે મંજૂરી માંગી હતી.જે મળતા જ પાયલોટે ફલાઇટને 12ઃ10 કલાકે રાજાભોજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇમજન્સી અને તે પણ સેફલી લેન્ડિંગ કરાવી હતી. જો કે,ઇમરજન્સી લેન્ડિંગમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. પરંતુ 178 પેસેન્જરોમાં ડરનો માહોલ હતો.

28 યાત્રીને કનેક્ટિંગ ફલાઇટથી મોકલાયા
ઇન્ડિગો એરલાઇન્સના અધિકારીએ જણાવ્યું કે,યાત્રીઓને કોલકાતા પહોંચાડવા નાગપુરથી નવું એરક્રાફ્ટ 16ઃ05 કલાકે રાજાભોજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવ્યું હતું.જેમાં ગુવાહાટી અને કોલકાતાના મળી 150 યાત્રી ગયા હતા.આ સાથે 28 પેસેન્જરોને કનેક્ટિંગ ફલાઇટથી મોકલાયા હતા.

મોડી સાંજે અમે બધા કોલકાતા પહોંચ્યા
​​​​​​​પેસેન્જર યોગેશ પરીખે કહ્યું કે,એકાએક જ પાયલોટે ફલાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું.આમ,જાના થા કોલકાતા પહોંચ ગયે ભોપાલ! તે પછી બીજી ફલાઇટથી મોડી સાંજે અમને કોલકાતા પહોંચાડાયા હતા.

સેફલી લેન્ડિંગમાં કોઈ પણ જાનહાની ન થઈ
ફલાઇટમાં ટેક્નિકલ પ્રોબ્લેમ આવતા પાયલોટે ઇમરજન્સી લેન્ડિંગ કરી હતી.ફલાઇટની સેફલી લેન્ડિંગમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. >અનીલ વિક્રમ,ડિરેક્ટર, રાજાભોજ ઇન્ટરનેશનલ એરપોર્ટ

​​​​​​​તાકિદે ફલાઇટને ગ્રાઉન્ડેડ કરવાનો નિર્ણય લેવાયો
ભોપાલના રાજાભોજ ઇન્ટરનેશનલ એરપોર્ટના અધિકારી સૂત્રોથી માહિતી જણાય આવે છે કે,ઇમરજન્સી લેન્ડિંગ કર્યા બાદ એક કલાક સુધી એરક્રાફ્ટનું ચેકિંગ કરાયું હતું.તેવામાં જ કોકપીટમાં ખામી મળી આવતા તાકિદે ફલાઇટને ગ્રાઉન્ડેડ કરવાનો નિર્ણય લેવાની સાથે નવા એરક્રાફ્ટને બોલાવવાની ફરજ પડી હતી.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કોરોના સુરત LIVE:પોઝિટિવ કેસનો આંક 51408 પર પહોંચ્યો,મૃત્યુઆંક 1135 અને કુલ 49624 દર્દી રિકવર થયા
Next Article ખેડૂતનેતાઓમાં ફૂટ પડી:ગુરનામ ચઢુની પર 10 કરોડ લેવાનો, કોંગ્રેસ સાથે મળીને હરિયાણા સરકારને દૂર કરવાની ડીલનો આરોપ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up