ગાંધીનગરઃ કોરોના વાઇરસમાં ટીવી પર આવીને સતત તેના વિશે માહિતી આપનારા સિનિયર IAS અને આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતિ રવિને લઇને નવો વિવાદ શરૂ થયો છે,પત્રકારોને પણ કોરોના મામલે યોગ્ય જવાબો ન આપનારા જયંતિ રવિના પતિની આઇટી કંપની આર્ગ્યુસોફ્ટ ઇન્ડિયાએ ગુજરાત સરકારમાં કામ કર્યું છે આ કંપનીને ટેન્ડર વગર કરોડો રૂપિયાનું કામ અપાતું હોવાના આરોપ લાગ્યાં છે,જેમાં કંપનીને જયંતિ રવિ મદદ કરી રહ્યાં હોવાનું ચર્ચાઇ રહ્યું છે,આ મામલે હવે વિજય રૂપાણી સરકાર હરકતમાં આવી ગઇ છે.આરોગ્ય કમિશનર જયપ્રકાશ શીવહરેએ એક પરિપત્ર કર્યો છે, જેમાં આર્ગ્યુસોફ્ટ ઇન્ડિયા કંપનીને કોઇ પણ પ્રકારનું કામ આપતા પહેલા સરકારને જાણ કરવાની રહેશે.
પરિપત્ર પછી જયંતિ રવિ પણ પોતાના પતિની કંપનીને સીધો ફાયદો કરાવવા જશે તો સરકારને ખબર પડી જશે.જયંતિ રવિએ તેમના સ્ટાફને નિર્દેશ આપ્યો હતો કે કોરોનાને લગતો ડેટા તેમના પતિની કંપની આર્ગ્યુસોફ્ટના સોફ્ટવેરમાં અપડેટ કરજો.જેથી તેમની જ ઓફિસના કર્મચારીઓએ કદાચ આ વાતનો ઘટસ્ફોટ કર્યો છે,એક રીતે કોરોના મામલે કોઇ સોફ્ટવેર ખરીદવાની આ આગોતરી તૈયારીઓ હતી,આવા કામોમાં ટેન્ડર વગર ઉંચા ભાવે ખરીદી કરાઇને સરકારને કરોડો રૂપિયાનો ચૂનો લગાવાતો હોય છે,જો જયંતિ રવિએ તેમના પતિની કંપનીને મદદ કરવા કોરોનાના દર્દીઓનો સરકારી ડેટા આર્ગ્યુસોફ્ટ કંપનીને આપ્યો હોય તો તેની તપાસ થવી જરૂરી છે.આવી રીત કોઇ કંપનીને સરકારી ડેટા આપવો સાઇબર ગુનો પણ છે,જો આ કંપનીને કોરાનાને લગતા સોફ્ટવેરનું કોઇ કામ અપાયું હોય તો તેની માહિતી આરોગ્ય અગ્ર સચિવે તાત્કાલિક જાહેર કરવી જોઇએ.
ડો. જયંતિ રવિના પતિ રવિ ગોપાલનની IT કંપની આર્ગ્યુસોફટે અગાઉ આશા વર્કર બહેનો માટે સોફ્ટવેર બનાવીને ગુજરાત સરકારને આપ્યું હતુ, આ સોફ્ટવેરથી ગામડાઓનો આરોગ્યનો ડેટા તૈયાર કરાયો હતો અને ખરીદી ટેન્ડર વગર કરાઇ છે કે કેમ તે પણ તપાસનો વિષય છે ?તેની સરકારે કેટલી કિંમત આપી હતી અને આ સોફ્ટવેરનો ઉપયોગ ખરેખર ફાયદાકારક છે કે કેમ તે પણ તપાસનો વિષય છે ?
ત્યારે હવે વિજય રૂપાણી સરકારે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિના પાવરમાં કાપ મુકી દીધો છે,નવા પરિપત્ર પ્રમાણે કોરોના સંક્રમિત વ્યક્તિની કોઇ પણ માહિતી માટે કોઇ આઇટી સોફ્ટવેર ખરીદવા મામલે પહેલા સરકારની મંજૂરી પછી જ કોઇ આઇટી કંપનીને કામ અપાશે.