નવી દિલ્હી તા.21 : કોરોના મહામારી વચ્ચે પણ ભારત વિદેશી રોકાણકારો માટે સૌથી પસંદગીનું સ્થળ બન્યું છે.એપ્રિલ-જુલાઈ વચ્ચેના સમયગાળામાં વૈશ્ર્વિક સ્તરના રોકાણકારોએ લગભગ 1500 અબજ રૂપિયા (20 અબજ ડોલર)ના રોકાણ કરવામાં આવ્યું છે.ભાજપ્નો દાવો છે કે કોરોનાને કારણે બદલાયેલી હાલત અને વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં દુનિયાભરના રોકાણકારોના વધેલા ભરોસાથી જ આ સંભવ બન્યું છે.
દિગ્ગજ કંપ્ની ગુગલે હાલમાં જ 10 અબજ અમેરિકી ડોલરના રોકાણની જાહેરાત કરી હતી.આ જ રીતે વોલમાર્ટે 1.2 અબજ ડોલર અને એપલ ઈન્ક સપ્લાયર ફોકસકોન પણ એક અબજ બીલીયન ડોલરનું રોકાણ કરશે.દુનિયાની સૌથી મોટી કંપ્ની ફેસબુકે ભારતના રિલાયન્સ જીયોમાં 5.7 અબજ ડોલરનું રોકાણ કર્યું છે.
આ ઉપરાંત હુન્ડાઈ મોબીજે ભવિષ્યના વાહનોના સોફટવેરના વિકાસ માટે ભારતમાં ટેકનીકલ કેન્દ્રનો વિસ્તાર કર્યો છે.પેકેજીંગમાં એમેઝોનની ભાગીદાર અને દુનિયાની નિરીક્ષણ,સત્યાપ્ન,પરીક્ષણ અને પ્રમાણન કંપ્નીએ દેશમાં માન્યતા પરીક્ષણ પ્રયોગશાળા બોલી છે તો જાપાનની પ્રમુખ કંપ્ની સુઝુકીએ ભારતમાં પોતાનો ફેલાવો વધાર્યો છે.
આ કંપ્નીઓએ કર્યું છે આટલું રોકાણ
* કવાલ કોમ વેન્ચર્સ- 970 લાખ ડોલર
* થોમસન-1428 લાખ ડોલર
* વી વર્ક ગ્લોબલ- 1000 લાખ ડોલર
* હિતાચી- 159 લાખ ડોલર
* કિઆ મોટર્સ- 540 લાખ ડોલર
* સાઉદીનો પીઆઈએફ- 1.6 અબજ ડોલર