નવી દિલ્હી
રિયલ એસ્ટેટ પોર્ટલ મેજિકબ્રિક્સના રિપોર્ટ અનુસાર દેશના આઠ મોટા શહેરોમાં મકાનોના ભાવ માર્ચની સરખામણીમાં એપ્રિલમાં 2-9 ટકા સુધી ઘટ્યા હતા. લોકડાઉનને કારણે માંગ ખાસ્સી ઘટી જવાથી ભાવ ઘટ્યા હતા.મેજિકબ્રિક્સના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર લોકડાઉનના મહિનામાં ભાવમાં જે ફેરફાર થયો હતો તેનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.આ વિશ્લેષણ અનુસાર એપ્રિલમાં મકાનોના ભાવ આ આઠ શહેરોમાં 9 ટકા સુધી ઘટ્યા હતા.સરેરાશ 4 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
રિપોર્ટ અનુસાર મોટાભાગના શહેરોમાં ભાવ એક વર્ષ પહેલાં હતા તેના કરતાં વધુ વાસ્તવિક બન્યા છે.પ્રાપ્ત ડેટા અનુસાર હૈદરાબાદમાં મકાનોના ભાવમાં 9 ટકાનો ઘટાડો થયો હતો.ગલુરુમાં 5 ટકા, કોલકાતા અને ચેન્નઈમાં 4 ટકા,દિલ્હી-એનસીઆરમાં 3 ટકા અને મુંબઈ તથા પુણેમાં 2 ટકાનો ઘટાડો થયો હતો.મેજિકબ્રિક્સના ‘કોવિડ-19 પ્રોપર્ટી બાયર સેન્ટિમેન્ટ સર્વે’માં માલૂમ પડ્યું છે કે મકાન ખરીદવા માગતા પ્રત્યેક ત્રણ લોકો પૈકી એક વ્યક્તિ તેમનો મકાન ખરીદવાનો નિર્ણય પડતો મૂકવા કે વિલંબમાં મૂકવા માગે છે.એટલે કે હાલપૂરતા ખરીદી ટાળવા માગે છે.જોકે 67 ટકા લોકો હજી પણ તેમના રોકાણના પ્લાનમાં આગળ ધપવા માગે છે.જોકે તેમણે તેમનું બજેટ ઓછું કર્યું છે.


