– બંધારણના નિયમ મુજબ કોઈપણ ગૃહના બે સત્રમાં છ મહિનાથી વધુનો ગેપ ન હોવો જોઈએ
– 120 દિવસથી ચાલી રહેલી હિંસામાં અત્યાર સુધીમાં 160થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા
દેશનું પૂર્વી રાજ્ય મણિપુરમાં 3 મેથી અનામતને લઈને કુકી અને મૈતેઈ સમુદાયો વચ્ચે હિંસા ચાલી રહી છે. 120 દિવસથી ચાલી રહેલી હિંસામાં અત્યાર સુધીમાં 160થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.આ દરમિયાન રાજ્ય સરકારની માંગ પર આજે વિધાનસભાનું એક દિવસનું સત્ર શરુ થશે.
આ સત્રમાં ધારાસભ્યો પશ્રો પૂછી શક્શે નહીં
વિધાનસભાનું સત્ર બોલાવવાની માંગ ઘણા સમયથી કરવામાં આવી રહી હતી.પરંતુ રાજ્યપાલ દ્વારા આ સંબંધમાં નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું ન હતું,જેના કારણે વિધાનસભાનું સત્ર બોલાવવામાં આવ્યું ન હતું.આથી 22 ઓગસ્ટે રાજભવને એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું.બંધારણના અનુચ્છેદ 174(1) મુજબ કોઈપણ ગૃહના બે સત્રમાં છ મહિનાથી વધુનો ગેપ ન હોવો જોઈએ.મણિપુરમાં છેલ્લું સત્ર માર્ચમાં યોજાયું હતું.સપ્ટેમ્બરમાં છ મહિનાની મુદત પૂરી થઈ રહી હતી.જો કે આ સત્રમાં ધારાસભ્યો પશ્રો પૂછી શક્શે નહીં.
બે મંત્રીઓ સહિત 10 ધારાસભ્યોએ કર્યો બહિષ્કારનું એલાન
મણિપુરમાં કુકી અને મૈતેઈ સમુદાયો વચ્ચેની હિંસાનો અંત લાવવાના પ્રયાસો નિષ્ફળ ગયા છે.મણિપુર મુદ્દે સંસદના મોન્સુત્રામાં ઘણી ચર્ચા થઈ હતી.આજે મણિપુર વિધાનસભામાં પણ હોબાળો થવાની સંભાવના છે,ત્યારે આજે એક દિવસીય ચાલનાર સત્રનો બે મંત્રીઓ સહિત 10 ધારાસભ્યોએ સુરક્ષાને ટાંકીને બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે,આ તમામ આદિવાસીઓ કુકી સમુદાયમાંથી આવે છે.
સંસદના ચોમાસુ સત્રમાં મણિપુરની ચર્ચા થઈ હતી
મણિપુરનો મુદ્દો સંસદના ચોમાસુ સત્રમાં ઉઠાવવામાં આવ્યો હતો જે 20 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી ચાલ્યો હતો. 26 જુલાઈના રોજ, વિપક્ષી ગઠબંધન I.N.D.I.Aએ મણિપુર પર ચર્ચા કરવા માટે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી.આ પ્રસ્તાવ કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈ લાવ્યા હતા. 8થી 10 ઓગસ્ટ સુધી ચર્ચા થઈ હતી.