તેમને ૮૫૦૦ રૂપિયાનો દંડ પણ કરવામાં આવ્યો છે લખનઉની અદાલતે બૉલીવુડના અભિનેતા અને કૉન્ગ્રેસના નેતા રાજ બબ્બરને એક મતદાન અધિકારી પર હુમલો કરવાના કેસમાં બે વર્ષની કેદની સજા કરી હતી.બબ્બર પર મતદાન અધિકારીની સાથે મારામારીની સાથે સરકારી કામમાં અવરોધ ઊભો કરવાનો પણ આરોપ છે.તેમને ૮૫૦૦ રૂપિયાનો દંડ પણ કરવામાં આવ્યો છે.આ મામલો ૧૯૯૬ની બીજી મેનો છે.એ સમયે રાજ બબ્બર સમાજવાદી પાર્ટી તરફથી ચૂંટણી મેદાનમાં ઊતર્યા હતા.રાજ બબ્બરની વિરુદ્ધ એક મતદાન અધિકારીએ વઝિરગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી.મતદાન અધિકારીએ જણાવ્યું હતું કે રાજ બબ્બર અને તેમના સપોર્ટર્સે મતદાન કેન્દ્રમાં ઘૂસીને મારામારી કરી હતી.