પંજાબ નેશનલ બેંક કૌભાંડના સહ આરોપી અને ભાગેડુ હીરાના વેપારીને ભારત લાવવાના પ્રયાસો તેજ બન્યા છે.આ વચ્ચે મેહુલ ચોકસી ચર્ચામાં આવ્યો છે.ફરાર આ હીરાના વેપારીને લઈને મોટા અહેવાલ સામે આવ્યા છે.એક ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલ અનુસાર મેહુલ ચોકસીનો ભાઈ ચેતન ચીનુભાઈ ચોકસી શનિવારે એટલે કે 29 મેના રોજ ડોમિનિકા પહોંચ્યો હતો.તેણે ત્યાંના વિપક્ષી નેતા લેનોક્સ લિંટન સાથે મુલાકાત કરી હતી.
મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો ચેતન ચોકસીએ લિંટનના ઘરે બે કલાકની બેઠક કરી હતી.આ બેઠક દરમિયાન ચેતન ચિનુભાઇએ સંસદમાં મેહુલ ચોકસીની મદદ કરવાની વાત કરી હતી.અને આ મદદના બદલામાં વિપક્ષી નેતાને ચૂંટણી ફંડ આપવાનું વચન આપ્યું હતું.રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ચેતન ચોકસી બેલ્જીયમમાં રહે છે.અને વિપક્ષી નેતા લિંટનને તેણે એડવાન્સ રૂપે બે લાખ ડોલર પણ આપ્યા છે.આટલું જ નહીં પરંતુ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આગામી ચૂંટણીમાં દસ લાખ ડોલરથી વધારેની મદદ તે કરશે.
આ સમગ્ર મામલા સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે ચેતન ચોકસી ડિમિન્કો એનવી નામની કંપની ચલાવે છે.જે હોંગકોંગમાં આવેલી ડીજીકો હોલ્ડિંગ્સ લીમીટેડ કંપનીની સાહાયક કંપની છે.આ કંપનીનો દાવો છે કે તે સંકલિત હીરા અને ઝવેરાતની સૌથી મોટી રિટેલર છે.
મળેલી માહિતી અનુસાર 2019 માં નીરવ મોદીની એક અદાલત સુનાવણી દરમિયાન ચેતન ચોકસીને અદાલતની બહાર જોવામાં આવ્યો હતો.આ વચ્ચે એવા પણ અહેવાલ છે કે લિંટને મેહુલ ચોકસીના કથિત અપહરણને લઈને ત્યાના પ્રધાનમંત્રી રુજવેલ્ટ સ્કેરિટ પર નિશાન સાધ્યું છે.


