વડોદરા,તા.17 નવેમ્બર 2022,ગુરૂવાર : વડોદરા જિલ્લાની વાઘોડિયા સીટ ઉપર ભાજપે ટિકિટ કાપ્યા બાદ અપક્ષ ઉમેદવારી કરનાર દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ તેમના વિવાદિત નિવેદનો માટે સતત ચર્ચામાં રહેતા હોય છે.આજે ઉમેદવારી પત્ર ભરતી વખતે તેમણે આવું જ એક નિવેદન આપી સૌને ચોંકાવી દીધા હતા.સતત છ ટર્મથી ધારાસભ્ય તરીકે ચુંટાતા મધુ શ્રીવાસ્તવ ભૂતકાળમાં પણ ઘોડા પર બેસીને ફાયરિંગ કરવા ના મુદ્દે ચર્ચામાં રહ્યા હતા.જ્યારે ડેમેજ કંટ્રોલ કરવા આવેલા ગૃહરાજ્યમંત્રી માટે પણ તેમણે વિવાદિત ટિપ્પણી કરતા ચર્ચાનો વિષય બન્યો હતો.
ભાજપમાંથી બળવો કરી અપક્ષ ઉમેદવારી કરનાર દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે આજે વિશાળ રેલી કાઢી ફોર્મ ભર્યું હતું.આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, હું હજી પણ દબંગ છું.અપક્ષ ઉમેદવાર તરીકે અધિકારીઓ ઉપર મારો રોફ રહેશે.મારા કોઈ પણ કાર્યકરનો કોઈ કોલર પકડશે તો હું ઘરમાં ઘૂસીને ગોળી મારી દઈશ.