મધ્યપ્રદેશના રીવામાં એક પ્લેન ક્રેશ થયું હોવાની ઘટના સામે આવી છે.જેમાં રીવા જિલ્લામાં ટ્રેનિંગ દરમિયાન પ્લેન એક મંદિર સાથે અથડાતાં ક્રેશ થયુ હતું.આ દુર્ઘટનામાં વિમાનના પાયલટનું મોત નીપજ્યું હતું જ્યારે તાલીમાર્થી પાયલટ ગંભીર રીતે ઘાયલ થયો હતો.તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હોવાનુ જાણવા મળી રહ્યું છે.
ટ્રેનિંગ દરમિયાન પ્લેન ક્રેશ
પ્રાપ્ત વિગતો અનુસાર મધ્યપ્રદેશના રીવા જિલ્લામાં ગઈ કાલે રાત્રે એક ટ્રેઇની પ્લેન દુર્ઘટનાનો શિકાર બન્યું હતું.આ પ્લેન રેવા ચોરહાટા એરસ્ટ્રીપ પાસે મંદિરના ગુંબજ અને ઝાડ સાથે અથડાતા ક્રેશ થયું હતું.જેમાં ટ્રેઇની પાઇલટનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.જ્યારે બીજો પાયલટ પણ આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.આ ઘટનાની જાણ થતા રીવાના કલેક્ટર મનોજ પુષ્પ અને એસપી નવનીત ભસીન ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત અને બચાવની કામગીરી હાથ ધરી હતી.
ધુમ્મસના કારણે અકસ્માતની થયું હોવાની આશંકા
જાણવા મળી રહ્યું છે કે આ વિમાન દુર્ઘટના ચોરહાટા પોલીસ સ્ટેશન વિસ્તારના ઉમરી ગામમાં થઈ હતી.જ્યાં ટ્રેની પ્લેન ગઈકાલે રાત્રે લગભગ 11:30 વાગ્યે મંદિરના ગુંબજ સાથે અથડાતા આ દુર્ઘટના બની હતી.આ અકસ્માતમાં વરિષ્ઠ પાયલોટનું મોત થયું છે.જ્યારે ઈજાગ્રસ્ત ઈન્ટર્નની સારવાર ચાલી રહી છે.અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.જો કે પ્રાથમિક તપાસમાં અકસ્માતનું કારણ ધુમ્મસ જણાવવામાં આવી રહ્યું છે.મૃતક પાયલોટનું નામ કેપ્ટન વિમલ કુમાર હતું.વિદ્યાર્થી સોનુ યાદવ ટ્રેનિંગ લઈ રહ્યો હતો.