મધ્યપ્રદેશની શિવરાજ સરકારે ‘લવ-જેહાદ’ની ઘટનાઓને અટકાવવા માટેનો કાયદો કોરોનાને લીધે અટકી પડ્યો છે.શિવરાજ સરકારે આજથી શરૂ થવા જઈ રહેલા વિધાનસભા સત્રમાં તે રજૂ કરવાની યોજના હતી.શનિવારે જ કેબિનેટે આ વિધેયકને મંજૂરી આપી દીધી હતી.જોકે,રવિવારે પાંચ ધારાસભ્યો અને વિધાનસભા સચિવાલયના 61 કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા બાદ આજથી શરૂ થઈ રહેલા વિધાનસભા સત્રને મોકૂફ રાખવામાં આવ્યું છે.હવે જોવાનું રહેશે કે શુ શિવરાજ સરકાર આ માટે વટહુકમ લાવશે કે નહીં.
આમ તો આ વિધેયક તો લવ-જેહાદને અટકાવવા માટે છે,પણ વિધેયકમાં ક્યાંય પણ આ શબ્દનો ઉલ્લેખ નથી.તેમા લગ્નના નામ પર બળજબરીપૂર્વક ધર્મપરિવર્તન અટકાવવાનો ઉલ્લેખ છે.જોકે મધ્યપ્રદેશમાં વર્ષ 1968થી જ આ કાયદો હતો,પણ તે એટલો મજબૂત ન હતો.નવો કાયદો જૂના કાયદા કરતાં વધારે કડક છે.
નવા કાયદામાં શુ છે? શુ આ કાયદા બાદ અન્ય ધર્મમાં લગ્ન નહીં થઈ શકે? જૂના કાયદામાં શુ હતું? શુ અન્ય રાજ્યમાં બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તનને અટકાવવા કાયદો છે? ચાલો જાણીએ આ અંગે કેટલાક પ્રશ્નોના જવાબ….
સૌથી પહેલા વાત નવો કાયદો શું છે?
નવા કાયદાનું નામ ‘મધ્ય પ્રદેશ ધાર્મિક સ્વતંત્રતા અધિનિયમ 2020’ એટલે કે ‘મધ્ય પ્રદેશ ફ્રીડમ ઓફ રિલિજન એક્ટ 2020’ છે.આ કાયદો પાસ થતા જ 1968નો કાયદો ‘મધ્ય પ્રદેશ ધર્મ સ્વાતંત્ર્ય એક્ટ’નું સ્થાન લેશે.આ કાયદામાં ક્યાંય પણ ‘લવ જેહાદ’નો ઉલ્લેખ નથી.આ કાયદો ફક્ત બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન સામે છે.નવો કાયદો લાલચ આપી,બળજબરીપૂર્વક,ફોસલાવી,ડરાવી-ધમકાવી,છેરપિંડી અથવા ખોટું બોલીને લગ્ન કરવા સામે છે.
નવા કાયદામાં કેટલી સજાની જોગવાઈ છે?
– કાયદા સામે બળજબરીપૂર્વક ધર્મપરિવર્તન કરાવવા પર એકથી પાંચ વર્ષ સુધીની સજાની અને રૂપિયા 25 હજારની જોગવાઈ સજા છે.
– સગીર અને SC-STના કિસ્સામાં 2 વર્ષથી લઈ 10 વર્ષ સુધીની સજા અને રૂપિયા 50 હજારના દંડની જોગવાઈ છે.
– પોતાનો ધર્મ છુપાવી લગ્ન કરી તેને ધર્મપરિવર્તન માટે ઉશ્કેરવા બદલ 3 વર્ષથી લઈ 10 વર્ષની સજા તથા 50 હજાર રૂપિયાના દંડની જોગવાઈ છે.
– સામૂહિક ધર્મપરિવર્તન (બે અથવા બેથી વધારેનું એક સમયમાં ધર્મ પરિવર્તન) કરાવવા 5 વર્ષથી લઈ 10 વર્ષની કેદ તથા રૂપિયા 1 લાખના દંડની જોગવાઈ છે.
– એક કરતાં વધારે કાયદા સામે જઈ ગુનો કરનારા પર 5 વર્ષથી 10 વર્ષની કેદની સજાની જોગવાઈ છે.
– તો શું નવા કાયદા હેઠળ અન્ય ધર્મમાં લગ્ન નહીં થઈ શકે?
– નવા કાયદામાં લગ્ન કરવા અથવા ધર્મ પરિવર્તન પર નિયંત્રણ નથી.નવો કાયદો લાલચ આપી,બળજબરીપૂર્વક,ફોસલાવી-લલચાવી,ડરાવી-ધમકાવી, – છેતરપિંડી અથવા ખોટું બોલી લગ્ન કરવા સામે છે.નવા કાયદા બાદ જો કોઈ પોતાની ઈચ્છાથી અન્ય ધર્મમાં લગ્ન કરવા ઈચ્છે છે તો તેને 60 દિવસ અગાઉ કલેક્ટરને જાણ કરવી જરૂરી છે.જો કલેક્ટરને જાણકારી આપ્યા વગર અન્ય ધર્મમાં લગ્ન કરે છે તો 3 થી 5 વર્ષ સુધી કેદ અને રૂપિયા 50 હજારનો દંડ થઈ શકે છે.
જો લગ્ન બાદ ધર્મપરિવર્તન માટે ધમકાવવામાં આવે છે તો શું થશે?
——————————————————-
લગ્ન થયા બાદ જો કોઈ ધર્મપરિવર્તન કરાવવા માટે ધમકાવવામાં આવે છે અથવા બળજબરી કરવામાં આવે છે તો તેને લગ્નને નિરસ્ત કરી શકાય છે.નવા કાયદામાં પીડિત પક્ષના માતા-પિતા અથવા ભાઈ-બહેનને પણ FIR કરવાનો અધિકાર આપવામાં આવે છે.
છૂટાછેડા બાદ શું મેઇન્ટેનેન્સ મળશે?
———————————————————
હા, નવા કાયદામાં તેની જોગવાઈ કરવામાં આવેલ છે.આ કાયદા હેઠળ પીડિત મહિલા અને બાળકોના ભરણપોષણ માટે મેન્ટનેન્સ અથવા ગુજરાનનું ભથ્થું આપશે. આ ઉપરાંત જન્મેલાં બાળકોના પિતાની સંપત્તિ પર અધિકાર રહેશે.
શું આ ધર્મ વિશેષ પર લાગુ થશે કે તમામ એ હેઠળ આવશે?
———————————————————-
નવો કાયદો વિશેષ રીતે ધર્મપરિવર્તન માટે લગ્ન કરનાર સામે કડક પગલાં ભરવા માટે છે.તેમાં લગ્ન માટે બળજબરીપૂર્વક ધર્મપરિવર્તનને અટકાવવા માટેની જોગવાઈ છે.તમામ ધર્મોના લોકો આ કાયદા હેઠળ આવશે.
જૂનો કાયદો હતો, તો નવા કાયદાની શું જરૂર પડી?
———————————————————-
જૂના કાયદામાં ગુનેગારને જામીન મળી શકતા હતા.નવા કાયદામાં તે બિન-જામીનપાત્ર છે.નવા કાયદામાં જામીન કોર્ટમાં જ મળી શકશે,જ્યારે જૂના કાયદામાં પોલીસ સ્ટેશનમાંથી જામીન મળવાની જોગવાઈ હતી.સજા પણ ઓછી હતી.જૂના કાયદામાં 3 વર્ષની જેલ અને 20 હજાર સુધીની સજા હતી. જ્યારે SC-STના કિસ્સામાં આ સજા 4 વર્ષ અને દંડની રકમ રૂપિયા 20 હજાર હતી.
દેશનાં કયાં-કયાં રાજ્યોમાં બળજબરીપૂર્વક ધર્મપરિવર્તન અટકાવવા માટે કાયદો છે?
———————————————————–
અત્યારે 8 રાજ્યમાં બળજબરીપૂર્વક ધર્મપરિવર્તન અટકાવવા માટે કાયદો છે.અગાઉ તામિલનાડુમાં હતો,પણ વર્ષ 2003માં તે રદ્દ કરવામાં આવ્યો.
અત્યારે તે ગુજરાત,ઝારખંડ,ઓડિશા,રાજસ્થાન,ઉત્તરાખંડ,હિમાચલ પ્રદેશ,અરુણાચલ પ્રદેશ અને છત્તીસગઢમાં તે માટે કાયદો છે.તેમા હિમાચલ પ્રદેશ,ઉત્તરાખંડ અને રાજસ્થાનમાં 5 વર્ષ સુધી કેદની જોગવાઈ છે.SC-ST તથા સગીરના કિસ્સામાં સજા 7 વર્ષની છે.ઉત્તરપ્રદેશમાં પણ આ માટે કાયદો બનાવવામાં આવ્યો છે.આ માટે વટહુકમ ગયા મહિને કેબિનેટમાં મંજૂરી આપી છે.આ કાયદામાં બળજબરીપૂર્વક ધર્મપરિવર્તન કરાવવા પર 10 વર્ષ સુધી સજાની જોગવાઈ છે.
————————————————————–
લવ જેહાદ જેવી ઘટનામાં કઠોર સજાને લઈ મધ્ય પ્રદેશ સરકાર ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2020 નામનો એક કાયદો રજૂ કરવા જઈ રહી છે.ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ સ્પષ્ટતા કરી છે કે સરકાર આ માટેનો એક મુસદ્દો તૈયાર કરી ચુકી છે.એટલે કે ડિસેમ્બર-જાન્યુઆરીમાં યોજાનાર વિધાનસભા સત્રમાં તેને મંજૂર કરાવી રાષ્ટ્રપતિને મોકલી આપવામાં આવશે. સંઘ-ભાજપ આ કાયદાની તરફેણમાં છે,જેથી બે-ત્રણ મહિનામાં તે અમલી બની જાય તેવી શક્યતા છે.અલબત અત્રે સ્પષ્ટતા કરવી જરૂરી છે કે આ કોઈ તદ્દન નવો જ કાયદો નથી,પણ તેમાં કેટલાક ફેરફાર સાથે રજૂ કરવામાં આવી રહ્યો છે.
વર્ષ 1968માં પણ આ પ્રકારનો કાયદો બન્યો હતો
—————————————————-
મધ્ય પ્રદેશમાં ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ નામથી વર્ષ 1968માં એક કાયદો બન્યો હતો.સરકાર પાસે કાયદામાં સુધારો કરવાનો વિકલ્પ હતો,પણ તે નવો કાયદો લાવવાની વાત કરી રહી છે.ગૃહમંત્રીએ પણ આ વાતનો પુનરોચ્ચાર કર્યો છે.શિવરાજ સરકારના મંત્રી લવ જેહાદ સામે આ કાયદો બનાવી રહ્યા છે.જોકે લવ જેહાદ શબ્દ કાયદાકીય વ્યાખ્યામાં કેવી રીતે સમાવેશ પામશે તેને લઈ એક મોટો પ્રશ્ન હજુ પણ યથાવત છે.
રિટાયર્ડ સ્પેશિયલ ડીજી શૈલેન્દ્ર શ્રીવાસ્તવ પાસેથી આ મુદ્દે 10 પ્રશ્નથી સમજવાનો પ્રયત્ન કર્યો છે કે નવા કાયદામાં એવું તે શુ હશે કે જે જૂના કાયદામાં ન હતું.
1. સરકાર નવા કાયદામાં સૌથી મોટો કયો ફેરફાર લાવી રહી છે?
– ધર્મ પરિવર્તન અગાઉ કલેક્ટર પાસેથી મંજૂરી મેળવવી જરૂરી બનશે.અગાઉ આ જોગવાઈ ન હતી.
2. બળજબરીપૂર્વક અથવા છેંતરપિંડીપૂર્વક લગ્ન કરી ધર્મ પરિવર્તનના કેસમાં કોઈ સહયોગી પણ હોય છે તો તેમના માટે શુ જોગવાઈ હશે?
– અત્યારે ફક્ત ધર્મ પરિવર્તન કરાવનાર જ આરોપી માનવામાં આવતા હતા.નવા કાયદામાં હવે બળજબરીપૂર્વક અથવા અન્ય પ્રકારના ધર્મ પરિવર્તન કરી લગ્ન કરનારના માતા-પિતા, ભાઈ-બહેન તથા સંબંધિઓ અને અન્ય મદદ કરનારાઓને પણ આરોપી બનાવવામાં આવશે.
3. શુ નવા કાયદા બાદ અન્ય ધર્મમાં લગ્ન થઈ શકશે નહીં?
નવા કાયદામાં લગ્ન કરવા અથવા ધર્મ પરિવર્તન પર અટકાવ નથી.નવો કાયદો લાલચથી,બળજબરીપૂર્વક,ફોસલાવીને,ડરાવી-ધમકાવી,છેતરપિંડી આચરી કે ખોટું બોલીને લગ્ન કરવાની સામે છે.
4. આ ફેરફારનું કારણ લવ જેહાદ માનવામાં આવે છે, શું આ શબ્દ કાયદાનો ભાગ હશે?
કાયદામાં આ પ્રકારના શબ્દ વ્યાખ્યામાં નથી. હા, બળજબરી,છેતરપિંડી,ધમકી,પ્રલોભન અને અન્ય પ્રકારના જૂઠાણા ચલાવી લગ્ન કરવા તથા બાદમાં ધર્મ પરિવર્તન કરાવવાની બાબતમાં કેસ દાખલ થઈ શકશે
5. શું આ ધર્મ વિશેષ પર લાગૂ થશે કે તમામ તે અંતર્ગત આવશે?
ખાસ કરીને ધર્મ પરિવર્તન માટે લગ્ન કરનારા લોકો સામે પગલા ભરવા આ નવો કાયદો લાવવામાં આવી રહ્યો છે.તેમા ધર્મ પરિવર્તન અંગે સ્પષ્ટ ગાઈડલાઈન હશે. તમામ ધર્મના લોકો તે અંતર્ગત આવશે.
6. શુ ફરિયાદકર્તાને તેનાથી કોઈ રાહત મળશે?
પીડિત લોકો સીધા પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરાવી શકે છે. પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરી શકશે.
7. શું જૂનો કાયદો કમજોર હતો?
જૂના કાયદામાં ગુનો જામીનપાત્ર છે. સજાની જોગવાઈ પણ કડક નથી. નવા કાયદામાં પોલીસ સ્ટેશનને બદલે કોર્ટમાંથી જામીન મળશે.
8. શું આ પ્રકારના કેસોના આરોપીઓને સજા પણ વધારે થશે?
નવા કાયદામાં બિનજામીનપાત્ર ગુનો હોવાથી 5 વર્ષની સજા થઈ શકે છે.અગાઉ તે 2 વર્ષની હતી.રૂપિયા 10 હજાર સુધી દંડ થઈ શકતો હતો.
9. શું દેશના અન્ય રાજ્યોમાં પણ આ પ્રકારના કાયદા છે?
મધ્ય પ્રદેશ અગાઉ ઉત્તર પ્રદેશમાં આ કાયદા પર કામ શરૂ થઈ ચુક્યુ છે.જ્યારે હરિયાણામાં આ અંગે વિચારણા ચાલી રહી છે.અન્ય રાજ્યોમાં હજુ જૂનો કાયદો જ છે.ત્યાં પણ માંગ થઈ રહી છે.
10. શું કાયદો ઘડવામાં અવરોધ સર્જાઈ શકે છે?
હજુ સુધીની સ્થિતિમાં એવું લાગતુ નથી.વિધાનસભામાં મંજૂરી મળ્યા બાદ રાષ્ટ્રપતિની મંજૂરી માટે તે મોકલવામા આવે છે.કાયદો પસાર થવામાં વિશેષ કોઈ અવરોધ સર્જાશે નહીં.

