પાંચ કરોડ એડવાન્સ અને બાકીના હપ્તામાં ચૂકવવા ભાજપ પર આરોપ લગાવ્યો
નવી દિલ્હી : કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ દિગ્વિજયસિંહે ભાજપ પર નિશાન સાધતા કહ્યું હતું કે તેમના નેતાઓ શિવરાજસિંહ ચૌહાણ અને નરોત્તમ મિશ્રા મધ્યપ્રદેશમાં કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યોને રાજ્ય સરકારને અસ્થિર કરવા માટે લલચાવતા હતા. તેમણે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના નેતાઓ પર કોંગ્રેસના ધારાસભ્યોને અકિલા 25 થી 35 કરોડ રૂપિયા આપવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે ભગવો પક્ષ અગાઉથી પાંચ કરોડ રૂપિયા આપી રહ્યો છે, જ્યારે બાકીની રકમ હપ્તામાં આપવામાં આવી રહી છે. ભાજપએ તેમના શાસનકાળ દરમિયાન 15 વર્ષ સુધી મધ્યપ્રદેશને લૂંટવાનો આરોપ લગાવતા સિંહે કહ્યું હતું કે પાર્ટી વિપક્ષમાં બેસવા માટે તૈયાર નથી અને તેથી તે આવી પદ્ધતિઓ અપનાવી રહી છે. સંસદ સંકુલની અંદર મીડિયા સાથે વાત કરતા સિંહે કહ્યું કે, હું ભાજપને ચેતવણી આપવા માંગુ છું કે તે કર્ણાટક નથી. મધ્ય પ્રદેશના કોંગ્રેસના એક પણ ધારાસભ્ય વેચાણ માટે નથી.


