નવી દિલ્હી, તા. 04 મે 2022, બુધવાર : મધ્યપ્રદેશના મોરેના ખાતે દેવગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના ખિટોરા ગામમાં આજે 6 વર્ષની બાળકી પર બળાત્કારની સનસનાટીભરી ઘટના સામે આવી છે.માસૂમ બાળકી પોતાના પિતા માટે બીડીનું બંડલ લેવા ગઈ હતી.આરોપી દુકાનદાર રિંકુ શર્માએ બાળકીને ચોકલેટ અને બિસ્કિટની લાલચ આપી હતી.ત્યારબાદ તેને દુકાનની પાછળનાં રૂમમાં લઈ જઈ બળાત્કારની ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ગામમાં ચકચાર મચી જવા પામ્યો હતો.પોલીસે આરોપી વિરુદ્ધ બળાત્કાર અને પોક્સો એક્ટની કલમો હેઠળ કેસ નોંધ્યો હતો અને બુલડોઝર ચલાવીને 24 કલાકમાં આરોપીનું ઘર તોડી પાડ્યું હતું. માસૂમ બાળકીને સારવાર અર્થ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, દેવગઢ ગામની રહેવાસી 6 વર્ષની બાળકી લગભગ સાડા આઠ વાગ્યે પોતાના પિતા માટે બીડી ખરીદવા દુકાને ગઈ હતી.દુકાનદાર રિંકુ શર્માની ઉંમર 32 વર્ષ છે તેને ટોફીની લાલચ આપીને દુકાનની અંદરના એક રૂમમાં લઈ ગયો હતો. અહીં આરોપીએ બાળકીનું મોઢું બંધ કરીને દુષ્કર્મ આચર્યું હતું.આ ઘટના બાદ આરોપીએ નવજાત બાળકીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.પીડિત બાળકી રડતી રડતી પોતાના ઘરે પહોંચી અને પરિવારજનોને આખી વાત જણાવી હતી.માસૂમ બાળકીને લઈને પરિવાર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.અહીં પોલીસે માસૂમ બાળકીની વાત સાંભળીને આરોપી વિરુદ્ધ કેસ નોંધ્યો છે.
પોલીસે માસુમ બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરી છે.ત્યારબાદ પોલીસે ઝડપી કાર્યવાહી કરી અને એસડીએમ જૌરાની હાજરીમાં આરોપીના ઘર પર બુલડોઝર ચલાવીને તોડી નાખ્યું હતું.સાથે જ પોલીસ આરોપીની શોધખોળ હાથધરી છે.દેવગઢ પોલીસ સ્ટેશનના પ્રભારી સુખદેવ સિંહ ચૌહાણનું કહેવું છે કે, મંગળવારે સાંજે આરોપીઓએ 6 વર્ષની માસૂમ બાળકી પર બળાત્કારનો ગુનો કર્યો હતો.આરોપી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને એસડીએમની હાજરીમાં બુલડોઝર ચલાવીને તેના ઘરને તોડવાની કાર્યવાહી પણ કરવામાં આવી છે.

